મુંબઇ : મેજબાન ભારત અને વેસ્ટઇન્ડીઝ (India vs West Indies) ની ટીમો બુધવારે  (11 ડિસેમ્બર) ના રોજ અહીં વાનખેડે સ્ટેડિયમમાં ત્રીજી ટી20 મેચ (Mumbai T20)  મેચ રમશે. ત્રણ મેચોની સીરીઝટી20 સીરીઝ હાલના સમયે 1 1ની બરાબરી પર છે. આ કારણે આ મેચ સીરીઝ વિજેતાનો નિર્ણય કરશે.એક પ્રકારે કટોકટીનો ખેલ છે તેમ કહી શકાય .ભારતે (Team India) પહેલી મેચ 6 વિકેટથી જીતી હતી. વિંડીઝે (West Indies) તેનો બદલો બીજી મેચ આઠ વિકેટથી જીતીને લીધો હતો. સીરીઝમાં ભારતની ફિલ્ડિંગ ખરાબ રહી છે. ભારતીય ક્રિકેટરોએ બંન્ને મેચમાં કેચ છોડ્યા હતા. હવે ત્રીજી મેચ નિર્ણાયક છે. એવામાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનું ધ્યાન તેના પર જરૂર રહેશે કે ટીમની ફિલ્ડીંગ આ વખતે સુધરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્સરનો ડર બતાવીને મહિલા દર્દીઓનું યૌન ઉત્પીડન કરતો ગુજરાતી ડોક્ટર મનીષ શાહ દોષિત જાહેર થયો
ભારતીય ટીમ ટીમની ચિંતા માત્ર ફીલ્ડિંગ મુદ્દે નથી. બોલર્સ પણ ભારત માટે ચિંતાનું કારણ છે. અત્યાર સુધી બંન્ને ટી20 મેચમાં કોઇ પણ બોલર વધારે સારુ પ્રદર્શન કરી શક્યા નથી. અંતિમ મેચમાં કોહલીએ પરિવર્ત કરતા મોહમ્મદ શમી (Mohammed Shami) નો સમાવેશ કરે તેવી શક્યતાઓ છે. ટેસ્ટમાં દમદાર પ્રદર્શન કરનારી શમીને આ સીરીઝમાં તક નથી મળી. તેઓ ભુવનેશ્વર કુમાર અથવા દીપક ચહર, કયા બોલરનાં સ્થાને આવશે તે જોવું પડશે. સ્પિનમાં કુલદીપ યાદવને આ સીરીઝમાં તક મળી છે. તેનું એક માત્ર કારણ એ પણ છે કે યજુવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદર એક જોડી તરીકે મહત્તમ મધ્યમ ઓવરમાં ટીમ માટે મહત્વની વિકેટો ઝડપવા ઉપરાંત રન પર અંકુશ લગાવતો જોવા મળ્યો હતો. રવીન્દ્ર જાડેજા ટીમનાં સારા ઓલરાઉન્ડર છે. તેમનું રમવાનું લગભગ નિશ્ચિત છે. એવામાં કુલદીપને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે કદાચ વધારે રાહ જોવી પડે.


નાણાવટી પંચના રિપોર્ટમાં નેગેટિવ રિમાર્ક મેળવનાર પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારે શું કહ્યું, જાણો...
સુરત આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ ન થાય, તો પરિવારજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી
બેટિંગમાં તો માત્ર વિરાટ કોહલીનું નામ જ દેખાઇ રહ્યું છે. ગત મેચમાં શિવમ દુબેએ અરધી સદી ફટકારી હતી. જો કે શું તેઓ પોતાનાં પ્રદર્શનમાં નિરંતરતા જાળવી રાખે છે તે અંગે એક મોટો સવાલ છે. વેસ્ટ ઇન્ડિઝની વાત કરીએ તો તેની બોલર્સ મુદ્દે ચિંતા છે. મેહમાન ટીમે પહેલી મેચમાં 23 અને 18 રન એક્સ્ટ્રા આપ્યા. ભારતે આ મેચોમાં ક્રમશ છ અને પાંચ વધારાનાં આપ્યા હતા. સ્પષ્ટ છે કે, માત્ર વધારાના રનોએ 13 અને 17 રનનું અંતર પેદા કર્યું હતું. આ જ કારણ છે કે કેરેબિયન કેપ્ટન કીરોન પોલાર્ડે પહેલી મેચમાં પરાજયનું કારણ આ જ વધારાનાં રનોને ગણાવ્યા હતા. 


Google boy કરતા પણ તેજ દોડે છે ગુજરાતના આ ટાબરિયાનું દિમાગ
વેસ્ટ ઇન્ડિઝનાં પ્લેઇંગ ઇલેવનમાં પરિવર્તનની સંભાવના ઓછી છે. તે તમામ બેટ્સમેનોએ સીરીઝમાં રન બનાવ્યા છે. બોલર્સમાં પહેલી મેચમાં કેસરિક વિલિયમ્સ ખુબ જ મોંઘા સાબિત થયા હતા, પરંતુ તેમણે બીજી મેચમાં પરત ફર્યા. જેસન હોલ્ડર બંન્ને મેચમાં મોંઘો સાબિત થયા છે, પરંતુ તે બેટિંગમાં પણ દમખમ દેખાડતા જોવા મળે છે. એવામાં તેમને ટીમની બહાર કરવામાં આવે તેની શક્યતાઓ ઓછી જ છે. 


ગાંધીનગર : પાઠ્યપુસ્તક મંડળમાં 42 લાખના પુસ્તકોની ચોરીમાં શંકાની સોય અધિકારીઓ પર લટકી

બંન્ને ટીમ આ પ્રકારે છે. 
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, ઋષભ પંત, શ્રેયસ અય્યર, શિવમ દુબે, રવીંદ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ, દીપક ચહર/ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
વેસ્ટઇન્ડીઝ : કીરોન પોલાર્ડ (કેપ્ટન), એવિન લુઇ, લેંડલ સિમંસ, શિમરોન હેટમાયર, બ્રેડન કિંગ, નિકોલસ પુરન, જેસન હોલ્ડર, શેલ્ડન કોટ્રેલ, ખેરી પિયરે, કેસરિક વિલિયમ્સ અને હેડન વોલ્શ જૂનિયર.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube