નવી દિલ્હીઃ ભારતે કેપ્ટન કોહલીની(Virat Kohli) શાનદાર ઈનિંગ્સની મદદથી વેસ્ટ ઈન્ડીઝને(West Indies) પ્રથમ ટી20(T20) મેચમાં 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ભારતે(India) શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. હવે બંને ટીમ આજે સામ-સામે રમવા ઉતરશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને શ્રેણી જીતીને પોતાને નામ કરવાની તક છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડીઝ આ મેચ જીતીને સીરીઝમાં પાછું આવવા માગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યજમાન ભારત(India) અને વેસ્ટ ઈન્ડીઝ(West Indies) વચ્ચે બીજી ટી20(T20) મેચ તિરુવનન્તપુરમમાં(Tiruvananthpuram) રમાવાની છે. આ મેદાન પર અત્યાર સુધી એક જ ટી20(T20) મેચ રમાઈ છે. 2017માં આ મેચમાં ભારતે(India) ન્યૂઝીલેન્ડને 6 રને હરાવ્યું હતું. આ મેચ વરસાદથી પ્રભાવિત રહ્યું હતું. જેના કારણે મેચ 8-8 ઓવરની હતી. ભારતે પાંચ વિકેટે 67 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ(New Zealand) 6 વિકેટે 61 રન જ બનાવી શક્યું હતું. 


IND vs WI T20 : ભારતે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું, વિરાટે ફટકાર્યા 50 બોલમાં 94 રન


હવે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની મેચ રમાશે. આ બંને દેશ વચ્ચે અત્યાર સુધી 15 ટી20 મેચ રમાઈ છે. ભારતે તેમાંથી 9 મેચ જીતી છે. સૌથી ખાસ વાત એ છે કે, તેમાંથી સળંગ 7 મેચ જીતી છે. વેસ્ટ ઈન્ડીઝની ટીમે ભારતે 5 વખત હરાવ્યું છે. જોકે, તે જુલાઈ 2017 પછી ભારત સામે જીતી શક્યું નથી. 


સંભવિત ટીમ 
ભારતની ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), સંજુ સેમસન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયાર, મનીષ પાંડે, ઋષભ પંત(વિકી), શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર. 


વેસ્ટ ઈન્ડીઝઃ કિરોન પોલાર્ડ(કેપ્ટન), ફેબિયન એલેન, શેલ્ડન કોટ્રેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કિમો પોલ, બ્રેન્ડન કિંગ, એવિન લુઈસ, ખેરી પિયરે, નિકોલસ પુરન, દિનશે રામદીન, શેરફેન રધરફોર્ડ, લેન્ડલ સિમન્સ, કેસરિક વિલિયમ્સ, હેડન વોલ્સ જુનિયર. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...