હૈદરાબાદઃ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ ટી20 મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટી20 અને ત્યાર પછી વન ડે શ્રેણી રમાવાની છે. ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં છે. આ અગાઉ વેસ્ટ ઈન્ડીઝને તેના ઘર આંગણે હરાવી ચુકી છે. ટીમ ઈન્ડિયાની બોલિંગની શરૂઆત વોશિંગટન સુંદરે કરી હતી. વેસ્ટ ઈન્ડીઝ તરફથી ઈવાન લુઈસ અને લિન્ડલ સિમ્ન્સ ઓપનિંગમાં ઉતર્યા હતા. ભારતે 18.4 ઓવરમાં આ લક્ષ્ય મેળવીને પ્રથમ ટી20 6 વિકેટે જીતી લીધી હતી. ભારતના વિજયમાં કેપ્ટન કોહલીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. આ સાથે જ ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની ઈનિંગ્સ
- કેપ્ટન કોહલીએ માત્ર 50 બોલમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 94 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી અને ટીમને વિજય સુધી ખેંચી ગયો. 
- વિરાટને સાથ આપવા શિવમ દુબે આવ્યો. જોકે, ત્યાર પછી વિરાટ કોહલીએ એક છેડે ઊભા રહીને ભારતને મેચ જીતાડી દીધી. 
- રિષભ પછી રમવા આવેલો શ્રેયસ ઐયર ક્રીઝ પર વધુ ટકી શક્યો નહીં. તે 6 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો. ભારતનો સ્કોરઃ 209/4
- રિષભ પંત ભારતના 178 રનના સ્કોર 18 રન બનાવીને આઉટ થયો. 
- ભારતીય કેપ્ટન આજે ફુલ ફોર્મમાં હતાં. વિરાટે ત્રીજી વિકેટ માટે રિષભ પંત સાથે ઈનિંગ્સ આગળ વધારી. રિષભે એક છેડા પર ઊભા રહીને વિરાટને બેટ ઉપાડવાનો સમય આપ્યો. 
- વિરાટ કોહલી અને લોકેશ રાહેલુ બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી. લોકેશ રાહુલ 13.3 ઓવરે ખેરી પિયરેના બોલ પર પોલાર્ડના હાથે કેચ આઉટ થયો. લોકેશે 40 બોલમાં 62 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી. ભારતનો સ્કોરઃ 130/2
- લોકેશ રાહેલુ વિરાટ કોહલી સાથે સારી પાર્ટનરશીપ કરી અને વેસ્ટ ઈન્ડીઝના બોલરોને હંફાવી દીધા. 
- ભારતીય ઓપનર અને રનમશીન રોહિત શર્મા આ વખતે નિષ્ફળ રહ્યો. માત્ર 8 રને આઉટ થયો. ભારતે 3.2 ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી.
 


વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ્સ....સ્કોરઃ 207/5, 20 ઓવર


- વેસ્ટ ઈન્ડીઝે વિકેટ પડવા છતાં પણ રનરેટ જાળવી રાખીને 20 ઓવરમાં 207 રન બનાવ્યા છે. 
- જેસન હોલ્ડર અને દિનેશ રામદીને છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 35 રન ઉમેર્યા હતા. જેસન 24 રને અને રામદીન 11 રને નોટ આઉટ રહ્યા. 
- કેપ્ટન કિરોન પોલાર્ડ 19 બોલમાં 37 રનની કિંમતી ઈનિંગ્સ રમીને ચહલના બોલ પર બોલ્ડ થયો. વેસ્ટ ઈન્ડીઝ સ્કોરઃ 173/5 
- શિમરોન હેટમાયર ચહલના બોલે રોહિતના હાથ 56 રન બનાવીને આઉટ થયો. વેસ્ટ ઈન્ડીઝ સ્કોરઃ 172/4 
- જાડેજાએ બ્રાન્ડન કિંગને આઉટ કરીને વેસ્ટ ઈન્ડીઝની ત્રીજી વિકેટ ખેરવી. સ્કોરઃ 120/3
- વેસ્ટ ઈન્ડીઝની બીજી વિકેટ વોશિંગટન સુંદરે ઝડપી હતી. તેણે ઓપનર એવિન લુઈસને તેના 40 રનના સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અત્યારે બેન્ડોન કિંગ અને શિમરોન હેટમાયર રમતમાં છે. વેસ્ટઈન્ડીઝનો સ્કોર 8 ઓવરમાં 82 રન થયો છે.
- ઈનિંગ્સની બીજી ઓવરમાં જ દીપક ચાહરે પોતાની પ્રથમ ઓવરમાં લિન્ડન સિમન્સને સ્લીપમાં રોહિત શર્માના હાથે કેચ કરાવીને વેસ્ટ ઈન્ડીઝને પ્રથમ ઝટકો આપી દીધો હતો. વેસ્ટ ઈન્ડીઝની પ્રથમ વિકેટ પડી ત્યારે તેના 13 રન થયા હતા. 


 ભારતીય ટીમઃ 
રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી(કેપ્ટન), શ્રેયસ ઐયર, રિષભ પંત(વિકી), શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, યુજવેન્દ્ર ચહલ


વેસ્ટ ઈન્ડીઝ ટીમઃ 
લેન્ડલ સિમોન્સ, એવીન લુઈસ, બ્રાડોન કિંગ, શિમરોન હેટમાયર, કિરોન પોલાર્ડ(કેપ્ટન), દિનેશ રામદીન(વિકી), જેસન હોલ્ડર, ખેરી પિયરે, હેડન વોલ્શ, શેલ્ડોન કોટ્રેલ, કેસરીક વિલિયમ્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...