નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં કેપ્ટન જેસન હોલ્ડરની વાપસી થઈ છે, જે ઈજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચમાથી બહાર રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ-એ ટીમ માટે આગેવાની કરનાર શમરાહ બ્રૂક્સને પ્રથમવાર ટેસ્ટમાં તક મળી છે. મહત્વનું છે કે, બે મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત 22 ઓગસ્ટથી એન્ટીગામાં થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 સભ્યોની ટીમમાં ટી-20નો કેપ્ટન અને ઓલરાઉન્ડર ક્રેગ બ્રેથવેટ પણ સામેલ છે. સીનિયર ખેલાડી ડેરેન બ્રાવોને પણ તક મળી છે. ટીમમાં બેટ્સમેન એવિન લુઈસ, ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલ અને ઓશાને થોમસનું નામ સામેલ નથી, જે વનડે અને ટી-20  ટીમમાં હતા. 


ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પ્રવાસ પર ટી-20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને યજમાન વેસ્ટ ઈન્ડિઝે ત્રણેય મુકાબલામાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. બાકી બે વનડે મુકાબલા ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ (પોર્ટ ઓફ સ્પેન)માં રમાશે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ એન્ટીગામાં 22થી શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ જમૈકામાં 30 ઓગસ્ટથી શરૂ થશે. 


આ છે વેસ્ટ ઈન્ડિઝ ટીમ
જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રેગ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, શમરાહ બ્રૂક્સ, જોન કેમ્પબેલ, રોસ્ટન ચેસ, રાહકીમ કોર્નવાલ, શેન ડાઉરિચ, શેનન ગ્રૈબ્રિયલ, શિમરોન હેટમાયર, શાઈ હોપ, કીમો પોલ, કેમાર રોચ. 


ભારતીય ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, ઋિદ્ધિમાન સાહા, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.