IND vs ZIM Live Update: ભારતીય બોલરોનો તરખાટ, ઝિમ્બાબ્વેની ટીમ 161 રનમાં ઓલઆઉટ
IND vs ZIM Live: ભારતીય ક્રિકેટ ટીમ અને ઝિમ્બાબવે વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની આજે બીજી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પાસે સિરીઝમાં 1-0ની લીડ છે. સિરીઝની પહેલી મેચ પણ આ જ મેદાનમાં રમાઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેની ટીમને 10 વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. 190 રનનો પીછો કરવા ઉતરેલા ઓપનર શિખર ધવન અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી ટીમને નિર્ણાયક લીડ અપાવી.
IND vs ZIM Live: ભારતીય ક્રિકેટ ટીમ અને ઝિમ્બાબવે વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની આજે બીજી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પાસે સિરીઝમાં 1-0ની લીડ છે. સિરીઝની પહેલી મેચ પણ આ જ મેદાનમાં રમાઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેની ટીમને 10 વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. 190 રનનો પીછો કરવા ઉતરેલા ઓપનર શિખર ધવન અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી ટીમને નિર્ણાયક લીડ અપાવી. આજની મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થયો છે.
161 રનમાં સમેટાઈ ઝીમ્બાબ્વેની ટીમ
ઝિમ્બાબ્વેના બેટર્સે આજે ફરીથી એકવાર ખરાબ પ્રદર્શન કર્યું. આખી ટીમ માત્ર 161 રન પર સમેટાઈ ગઈ. ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે દીપક હુડ્ડા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રન સીન વિલિયમ્સે 42 રન કર્યા. આ ઉપરાંત રેયાન બર્લએ 47 બોલમાં 39 રન કર્યા. સિકંદર રઝાએ 16 અને ઈનોસન્ટ કાયાએ પણ 16 રન કર્યા. આ સિવાય કોઈ પણ બેટર બેકી સંખ્યા પાર કરી શક્યો નહીં.
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બોલિંગ લીધી
આજની મેચમાં ભારતીય ટીમના કેપ્ટન કે એલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ પહેલા બેટિંગ કરતી જોવા મળશે. ટોસ જીતીને ભારતીય ટીમના કેપ્ટન કે એલ રાહુલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરવા માંગીએ છીએ. પીચ પહેલા બોલિંગ માટે સારી જોવા મળે છે. જેને જોતા અમે ચેઝ કરવાનું વિચાર્યું છે. વધુમાં કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે અમે એકવાર ફરીથી શરૂઆતમાં વિકેટ મેળવી શકીએ. જતા જતા રાહુલે કહ્યું કે આજની મેચમાં એક ફેરફાર કર્યો છે. દીપક ચાહરની જગ્યાએ શાર્દુલ ઠાકુરને લાવવામાં આવ્યો છે.
ઝિમ્બાબ્વેના કેપ્ટન રેજિસ ચકાબ્વાએ ટોસ હાર્યા બાદ કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવા માંગતા હતા. વિકેટ સારી લાગે છે પરંતુ હવે અમારે પહેલા બેટિંગ કરીને બોર્ડ પર એક મોટો સ્કોર ઊભો કરવો પડશે. ગત મેચમાં શરૂઆતમાં 3 વિકેટ પડી ગઈ હતી જેનું અમને ધ્યાન છે અને આજે અમે તે ભૂલ દોહરાવવા નહીં ઈચ્છીએ. ટીમ વિશે જણાવતા કહ્યું કે આજની મેચમાં બે ફેરફાર કરાયા છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
શિખર ધવન, કે એલ રાહુલ (કેપ્ટન),શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સંજૂ સેમસન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, મોહમ્મદ સિરાજ. પ્લેઈંગ ઈલેવનમાં એક મોટો ફેરફાર કરાયો છે. દીપક ચાહરની જગ્યાએ શાર્દુલ ઠાકુરને સામેલ કરાયો છે.
ઝિમ્બાબ્વે ટીમ પ્લેઈંગ ઈલેવન
ઈનોસેન્ટ કાયા,તાકુદઝ્વાનાશે કેટાનો, વેસ્લે મધેવેરે, સીન વિલિયમ્સ, સિકંદર રઝા, રેજિસ ચકબવા (w/c), રયાન બર્લ, લ્યૂક જોંગવે, બ્રેડ ઈવાન્સ, વિક્ટર ન્યાઉચી, તનાકા ચિવંગા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube