નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પાછલા સપ્તાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વર્ષ પૂરા કરનારી મિતાલી રાજ મહિલા કેટેગરીમાં ત્રણેય ફોર્મેટમાં ઓવરઓલ સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે. તેણે ઈંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડસને પાછળ છોડી છે. ત્રીજી વનડે (IND W vs ENG W) દરમિયાન તેણે આ સિદ્ધિ હાસિલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિતાલી રાજના કરિયરની વાત કરીએ તો તેણે 11 ટેસ્ટમાં 1 સદી અને 4 અડધી સદીની મદદથી 669 રન બનાવ્યા છે. તો 89 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 17 અડધી સદીની મદદથી 2364 રન બનાવ્યા છે. તે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુકી છે. આ મેચ પહેલા તેના નામે 216 વનડેમાં 7229 રન હતા. તેણે વનડે ક્રિકેટમાં 7 સદી અને 57 અડધી સદી ફટકારી છે. તેના ત્રણેય ફોર્મેટમાં કુલ 10,262 રન હતા. 


T20 World Cup ટીમમાંથી કપાઈ શકે છે શિખર ધવનનું પત્તું, શ્રીલંકા પ્રવાસ મહત્વપૂર્ણ


પુરૂષ વર્ગમાં સચિનના નામે છે રેકોર્ડ
પુરૂષ કેટેગરીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. એટલે કે મહિલા તથા પુરૂષ બન્ને કેટેગરીમાં ભારતીય ખેલાડીઓનો દબદબો છે. સચિને 664 મેચમાં 34,357 રન બનાવ્યા છે. માસ્ટર બ્લાસ્ટરના નામે 100 સદી અને 164 અડધી સદી છે. પરંતુ મિતાલી રાજ અત્યાર સુધી એકપણ આઈસીસી વર્લ્ડ કપનું ટાઇટલ જીતી શકી નથી. આગામી વર્ષે ન્યૂઝીલેન્ડમાં વિશ્વ કપ રમાવાનો છે. ભારતીય મહિલા ટીમને નજર આ ટૂર્નામેન્ટ પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube