શ્વાનના કારણે 2 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બનતાં રહી ગઈ! નરાધમની ચૂંગાલમાંથી આ રીતે બચી

બે વર્ષની બાળકીને ઉઠાવીને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો અને ત્યાં નરાધમ માસૂમ પર દુષ્કર્મ કરવા માગતો હતો પરંતુ સદનસીબે કૂતરાઓએ ભસીને હોહા કરી મૂકતા હેવાન બાળકી મૂકીને ભાગ્યો હતો.

શ્વાનના કારણે 2 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બનતાં રહી ગઈ! નરાધમની ચૂંગાલમાંથી આ રીતે બચી

ઉદય રંજન/અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાંથી શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ બાળકીનું અપહરણ દુષ્કર્મ કરવા માટે લઇ ગયો હતો, પણ શેરી શ્વાનને ભસતા બાળકીની મૂકીને ફરાર થઇ ગયો હતો. બનાવની વાત કરીએ તો ગઈ તારીખ 20મી જૂનની રાત્રે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં ફૂટપાથ પર રહેતા એક શ્રમિક પરિવારની બે દિકરી પૈકીની 2 વર્ષીય પુત્રીનું અપહરણ થયું હતું. જે પરિવાર મૂળ પાટણ જિલ્લા છે. પરિવાર ગત 20 જૂનની રાત્રે વસ્ત્રાપુર વિસ્તારમાં ફૂટપાથ પર રાત્રિના 10 કલાકે સૂઈ ગયો હતો. પતિ-પત્ની બે પુત્રીઓ સાથે ફૂટપાથ પર ખાટલામાં સુતા હતા. તે સમયે કોઈ અજાણ્યો શખ્સ બે વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. 

તારીખ 21 જૂનની રાતે 1 કલાકે પિતા ઉંઘમાંથી જાગતાની સાથે તો તેમની બે પુત્રીઓ પૈકી નાની પુત્રી ગુમ હોવાનું જાણતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળથી તપાસની શરૂવાત કરી હતી. ત્યારે જ વસ્ત્રાપુર પોલીસની તપાસ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવે છે કે એક નાની બાળકી વસ્ત્રાપુર તળાવ પાસે રડતી મળી આવી છે. 

અપહ્યુત બાળકીના પિતાને જાણ થતાં તેઓ પણ વસ્ત્રાપુર તળાવ ખાતે પોલીસ સાથે પહોંચી જાય છે ત્યારે અપહ્યુત દીકરી મળી આવે છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 21 જૂનની વહેલી સવારે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરુ કરે છે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાય છે. ત્યારે બાળકી તો સહી સલામત મળી આવી હતી પણ આરોપીને પકડવા માટેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સતત 36 કલાકની મહેનત અને સીસીટીવી તપાસ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સીસીટીવીમાં એક શકમંદ દેખાય છે. જેની વધુ તપાસ કરવામાં આવે છે ત્યારે આરોપી વિજય મહતો જે મૂળ બિહારના સુધી પહોંચે છે. 

આરોપી વસ્ત્રાપુરની હયાત અને સેટેલાઈટ મેરિયોટ હોટેલમાં વાસણ ધોવાનું કામ કરે છે. આરોપી વિજય મહતોની ધરપકડ કરી બાળકીનું અપહરણ કેમ કર્યું હતું એ બાબતે પૂછતાં જાણવા મળ્યું હતું કે આરોપી વિજય મહતો બાળકી સાથે દુષ્કર્મ કરવાના ઈરાદે તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ તેને એકાંત વાળા વિસ્તાર એટલે કે, વસ્ત્રાપુર તળાવ ખાતે લઈ ગયો હતો. 

જો કે, બાળકી દુષ્કર્મ નો ભોગ બને તે પહેલા આરોપી વિજય મહતો પાછળ શેરી શ્વાન પાછળ થયા હતા જેના ડર થી બાળકી ને વસ્ત્રાપુર તપાવ માં મૂકી ને ફરાર થઇ ગયો હતો અને સદનસીબે બાળકી નું જીવન બચી ગયું હતું. ત્યારે પોલીસે આરોપી વિજય મહતો નો ગુજરાત કે બિહાર માં ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ અંગે તપાસ શરુ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news