તિરૂવનંતપુરમઃ કેપ્ટન શુભમન ગિલ સદી ચુકી ગયો પરંતુ 90 રનની તેની ઈનિંગથી ભારત Aએ દક્ષિણ આફ્રિકા A વિરુદ્ધ પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચના બીજા દિવસે મંગળવારે પ્રથમ ઈનિંગમાં 303 રન બનાવી 139 રનની લીડ હાસિલ કરી હતી. આ ચાર દિવસીય મુકાબલામાં ભારત એ માટે જલજ સક્સેનાએ પણ અણનમ 61 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસની રમત પૂરી થયા સુધી ભારત Aએ દક્ષિણ આફ્રિકા Aની બીજી ઈનિંગમાં 125 રન પર પાંચ વિકેટ ઝડપી લીધી છે. દક્ષિણ આફ્રિકા એ હજુ પણ ભારત એથી 14 રન પાછળ છે. દક્ષિણ આફ્રિકા એ પ્રથમ ઈનિંગમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત એએ દિવસની શરૂઆત 2 વિકેટ પર 129 રનથી કરી જ્યારે ગિલ 66 અને અંકિત બાવને 6 રન પર રમી રહ્યો હતો. 


બાવને પરંતુ કાલના સ્કોરમાં કોઈપણ રન જોડ્યા વિના બીજી ઓવરમાં માર્કો જોનસેનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ગિલે ત્યારબાદ કોના ભરત (33)નો સાથ મળ્યો અને બંન્નેએ ચોથી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી. ડેન પીટે ગિલને બોલ્ડ કરીને ભાગીદારી તોડી હતી. તેણે 153 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 


ભારતીય ટીમ 200 રન પહેલા સાત વિકેટ ગુમાવીને થોડી મુશ્કેલીમાં હતી પરંતુ સક્સેના અને શાર્દુલ ઠાકુર (34) વચ્ચે સદીની ભાગીદારીની મદદથી ટીમ 300ની નજીક પહોંચી અને લીડ પાક્કી કરી હતી. ઓલરાઉન્ડર સક્સેનાએ 96 બોલ પર 11 ચોગ્ગા ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા એ માટે લુંગી એનગિડી અને પીટ 3-3 વિકેટ ઝડપી, જ્યારે જોનસેન અને લુથો સિપામલાને 2-2 સફળતા મળી હતી. 


રેફ્યુજી કેમ્પથી આંતરરાષ્ટ્રીય મંચ પર ધમાલ- અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની સફર પર એક નજર

સાઉથ આફ્રિકા એની બીજી ઈનિંગમાં પણ શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 52 રન સુધી ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જુબેર હમજાએ 44 અને હેનરિક ક્લાસેને અણનમ 35 રન બનાવી ટીમની સ્થિતિને સંભાળી હતી. દિવસની રમત પૂરી થઈ ત્યારે ક્લાસેનની સાથે ક્રીઝ પર વિઆન મુલદેર (12) હાજર હતો. શાહબાઝ નદીમે બીજી ઈનિંગમાં 2, જ્યારે સિરાજ, ઠાકુર અને કૃષ્ણપ્પા ગૌતમે એક-એક વિકેટ ઝડપી હતી. 


રેફ્યુજી કેમ્પથી આંતરરાષ્ટ્રીય મંચ પર ધમાલ- અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની સફર પર એક નજર