લખનઉઃ લખનઉમાં રમાયેલી ત્રણ મેચની સિરીઝની બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે માંડમાંડ જીત મેળવીને સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 99 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 19.5 ઓવરમાં 101 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. હવે બંને ટીમ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિર્ણાયક મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડે આપેલા 100 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 17 રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ 11 રન બનાવી આઉટ થયો હતો. ગિલને બ્રેસવેલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઈશાન કિશન 32 બોલમાં 2 ચોગ્ગા સાથે 19 રન બનાવી રનઆઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠીએ 13 રનનું યોગદાન આપ્યું હતું. વોશિંગટન સુંદર 10 રન બનાવી રનઆઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 31 બોલમાં 26 અને હાર્દિક પંડ્યા 20 બોલમાં 15 રન બનાવી અણનમ રહ્યો હતો. 


શરૂઆતી ઓવરમાં ભારતીય સ્પિનરોનું આક્રમણ
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ફિન એલેન 11 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વોશિંગટન સુંદરે ડેવોન કોનવે (11) ને ઈશાન કિશનના હાથે કેચઆઉટ કરાવી ભારતને બીજી સફળતા મળી હતી. ન્યૂઝીલેન્ડની શરૂઆત ધીમી રહી હતી. પાવરપ્લેમાં મહેમાન ટીમે 2 વિકેટે માત્ર 33 રન બનાવ્યા હતા. 


આ પણ વાંચોઃ INDW vs ENGW: ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ


સાાતમી ઓવરમાં ગ્લેન ફિલિપ્સ (5) ને દીપક હુડ્ડાએ બોલ્ડ કર્યો હતો. ડેરેલ મિચેલ 8 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. માઇકલ બ્રેસવેલ (14) રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ અર્શદીપ સિંહે ઈશ સોઢી (1) અને લોકી ફર્ગ્યુસન (0) ને એક ઓવરમાં પેવેલિયન મોકલી આપ્યા હતા. મિચેલ સેન્ટનરે 23 બોલમાં એક ચોગ્ગા સાથે અણનમ 19 રન બનાવ્યા હતા. 


ભારત તરફથી અર્શદીપ સિંહે 2 ઓવરમાં 7 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડ્ડા, કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube