IND vs KUW Final: ભારતે સૈફ ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી, કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવ્યું
IND vs KUW: સૈફ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતે કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી પરાજય આપ્યો છે. આ રીતે ભારતે રેકોર્ડ નવમી વખત સૈફ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે.
India vs Kuwait Football, SAFF Championship Final 2023: સૈફ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ફુટબોલ ટીમે કુવૈતને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે સતત બીજીવાર અને કુલ નવમી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી પરાજય આપ્યો છે. બેંગલુરૂના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચ નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો 1-1થી બરોબર રહી હતી. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમમાં પણ કોઈ ટીમ ગોલ કરી શકી નહીં. તેવામાં મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો હતો.
ભારત નવમીવાર ચેમ્પિયન
ભારતે ફાઇનલમાં કુવૈતને હરાવીને SAFF ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. તેણે નવમી વખત આ ખિતાબ જીત્યો છે. ભારત અગાઉ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015 અને 2021માં ચેમ્પિયન બન્યું હતું. ટુર્નામેન્ટના 14 વર્ષના ઈતિહાસમાં ભારત નવ વખત ચેમ્પિયન બન્યું છે અને ચાર વખત રનર્સ અપ બન્યું છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube