નવી દિલ્હીઃ India Domestic Cricket Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) માં અત્યાર સુધી 14 મેચ રમાઈ ચુકી છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2023-2024 માટે ભારતીય ઘરેલૂ ક્રિકેટના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટની 2023-2024 ડોમેસ્ટિક સીઝન દુલીપ ટ્રોફીની સાથે શરૂ થશે. તો સૌથી મોટી ઘરેલૂ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી (Ranji Trophy)વર્ષ 2024ની શરૂઆતમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ઘરેલૂ ક્રિકેટનો કાર્યક્રમ જાહેર
ભારતીય ક્રિકેટનું 2023-2024 ઘરેલૂ સત્ર દુલીપ ટ્રોફી (Duleep Trophy)ટૂર્નામેન્ટની સાથે 28 જૂનથી શરૂ થશે, જ્યારે રણજી ટ્રોફીનું આયોજન આગામી વર્ષે 5 જાન્યુઆરીથી થશે. આ દરમિયાન દુલીપ ટ્રોફી છ ટીમો વચ્ચે રમાશે. ત્યારબાદ દેવધર ટ્રોફી લિસ્ટ એ ટૂર્નામેન્ટ (24 જુલાઈથી ત્રણ ઓગસ્ટ), ઈરાની કપ (એકથી પાંચ ઓક્ટોબર), સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પુરૂષોની ટી20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ (16 ઓક્ટોબરથી 6 નવેમ્બર) અને વિજય હઝારે એકદિવસીય ટ્રોફી (23 નવેમ્બર-15 ડિસેમ્બર) આયોજન થશે. 


આ પણ વાંચોઃ માત્ર રિંકુ સિંહ જ નહીં, આ બેટ્સમેને IPLની એક ઓવરમાં ફટકારી ચૂક્યા છે 5 સિક્સર


પાંચ જાન્યુઆરીથી રણજી ટ્રોફીનો પ્રારંભ
પુરૂષોના સીનિયર વર્ગમાં રણજી ટ્રોફી (Ranji Trophy)સીઝનની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તેના એલીટ ગ્રુપની લીગ રાઉન્ડ મેચ પાંચ જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી વચ્ચે રમાશે, જ્યારે નોકઆઉટ રાઉન્ડનું આયોજન 23 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી થશે. આ ટૂર્નામેન્ટ 70 દિવસ સુધી ચાલશે. પ્લેટ ગ્રુપની લીગ મેચ પાંચ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે જ્યારે નોકઆઉટ રાઉન્ડ નવથી 22 ફેબ્રુઆરી સુધી રમાશે. તો એલીટ ગ્રુપમાં ચાર ગ્રુપમાં આઠ-આઠ ટીમો હશે, જેમાંથી દરેક ગ્રુપની ટોપની બે ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલ માટે પ્રવેશ કરશે. પ્લેટ ગ્રુપમાં છમાંથી ટોપ ચાર ટીમો સેમીફાઇનલ માટે ક્વોલીફાઈ કરશે. પ્લેટ ગ્રુપના ફાઇનલમાં પહોંચનારી બે ટીમો આગામી સીઝન (2024-25) માં એલીટ ગ્રુપમાં સામેલ થશે. એલીટ ગ્રુપની 23 ટીમોના સમગ્ર પોઈન્ટ ટેબલમાં છેલ્લા બે સ્થાને રહેલી ટીમો પ્લેટ ગ્રુપમાં સામેલ થશે.


આ તારીખથી રમાશે. સીનિયર મહિલા ખેલાડીઓની મેચ
સીનિયર મહિલા સીઝનની શરૂઆત રાષ્ટ્રીય ટી20 ચેમ્પિયનશિપની સાથે થશે, જે 19 ઓક્ટોબરથી 9 નવેમ્બર વચ્ચે રમાશે. ત્યારબાદ ઈન્ટર ઝોન ટી20 ટ્રોફી 24 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી રમાશે. સીનિયર મહિલા ODI ટ્રોફી 4 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. વરિષ્ઠ મહિલા T20 ટ્રોફી અને ODI ટ્રોફીમાં પાંચ ગ્રુપ હશે. જેમાં બે ગ્રુપમાં આઠ ટીમો હશે જ્યારે બાકીના ત્રણ ગ્રુપમાં સાત-સાત ટીમો હશે. દરેક ગ્રુપમાં ટોચની બે ક્રમાંકિત ટીમો નોકઆઉટ માટે ક્વોલિફાય થશે. ગ્રૂપ મેચો પછી, આ 10 ટીમોમાંથી ટોચની છ ટીમો ક્વાર્ટર-ફાઇનલ માટે ક્વોલિફાય થશે જ્યારે છેલ્લી ચાર ટીમોએ અંતિમ આઠમાં સ્થાન મેળવવા માટે પ્રી-ક્વાર્ટર-ફાઇનલ મેચ રમવી પડશે.


આ પણ વાંચોઃ Kaviya Maran Angry: હટ યાર.... જ્યારે મેચમાં કેમેરામેન પર ભડકી કાવ્યા મારન....Video


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube