BCCI ના અધિકારીએ કરી દીધુ કન્ફર્મ, આ ખેલાડીને મળશે ટી20 ટીમની કમાન
આઈસીસી ટી20 વિશ્વકપ બાદ વિરાટ કોહલી ભારતીય ટી20 ટીમની કમાન છોડી દેશે. હવે રોહિત શર્મા ભારતનો આગામી ટી20 કેપ્ટન બની શકે છે. બીસીસીઆઈ તેની ઔપચારિક જાહેરાત વિશ્વકપ બાદ કરશે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલી સંયુક્ત અરબ અમીરાત (UAE) અને ઓમાનમાં ચાલી રહેલ ટી20 વિશ્વકપ બાદ આ ફોર્મેટની કમાન છોડી દેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ તે જણાવ્યું નથી કે વિરાટ બાદ કોણ ટીમ ઈન્ડિયાનો આગામી ટી20 કેપ્ટન બનશે. પરંતુ સૂત્રોએ કહ્યુ કે, કોહલી બાદ રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. રોહિત આ સમયે વ્હાઇટ બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન છે અને બીસીસીઆઈના એક અધિકારીએ કન્ફર્મ કરતા કહ્યુ કે, તે ભારતનો આગામી ટી20 કેપ્ટન હશે.
બીસીસીઆઈના અધિકારીએ કહ્યુ- વિશ્વકપ બાદ રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન હશે. ટી20 વિશ્વકપ બાદ તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. કોહલી 2017માં ટીમ ઈન્ડિયાનો ટી20 કેપ્ટન બન્યો હતો. તેણે 45 ટી20 મેચમાં ટીમની કમાન સંભાળી છે, જેમાં ટીમને 27માં જીત મળી છે અને તેની જીતની ટકાવારી 65.11 રહી છે. કોહલીની આગેવાનીમાં ભારતે 14 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને બે મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. રોહિત પોતાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી ચુક્યો છે, જ્યારે કોહલીની આગેવાનીમાં આરસીબી એકપણ ટાઈટલ જીતી શકી નથી.
આ પણ વાંચોઃ T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચ અંગે BCCI નું મોટું નિવેદન, મેચ રમાશે કે નહીં જાણો!
તો રોહિત શર્માએ અત્યાર સુધી 19 ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે. જેમાં ટીમને 15 મેચમાં જીત તો ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિતની જીતની ટકાવારી 78.94 રહી છે. આ 19 મેચોમાં રોહિતે 712 રન બનાવ્યા છે, જ્યારે તેની એવરેજ 41.88 ની રહી છે. તેમાં બે સદી અને પાંચ અડધી સદી સામેલ છે. ટી20 વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાને નવા કોચ પણ મળવાના છે અને રાહુલ દ્રવિડ આ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યા છે. દ્રવિડે પહેલા કોચ બનવાનો ઇનકાર કર્યો હતો પરંતુ હવે તે માની ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube