નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ 3 જાન્યુઆરી, સોમવારથી જોહનિસબર્ગના ધ વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાશે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 113 રનથી મળેલી શાનદાર જીત બાદ કેપ્ટન વિરાટ કોહલી હવે તે વિનિંગ કોમ્બિનેશન સાથે બીજી ટેસ્ટમાં ઉતરી શકે છે. પરંતુ જોહનિસબર્ગની સ્થિતિને જોતા શાર્દુલ ઠાકુરના સ્થાને ઉમેશ યાદવને તક આપવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ છે અને વિરાટ સેનાની નજર આફ્રિકાની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ હંમેશા પ્લેઇંગ ઇલેવનમાં એક સીમ ઓલરાઉન્ડરને રાખવાનું પસંદ કરે છે. પરંતુ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન કોહલી વાન્ડર્સની વિકેટનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે, જેના પર હજુ ઘાસ છે. ઉમેશ યાદવ 135 કિમીની ઝડપે બોલિંગ કરી શકે છે અને તે શાર્દુલથી સારો વિકલ્પ હોઈ શકે છે. શાર્દુલે પ્રથમ ટેસ્ટમાં 16 ઓવર બોલિંગ કરી અને માત્ર બે વિકેટ લીધી હતી. તે બેટથી પણ ખાસ કમાલ કરી શક્યો નહીં. વાન્ડર્સની પરિસ્થિતિ કેપ્ટન અને કોચને પોતાની રણનીતિ બદલવા માટે મજબૂર કરી શકે છે. પિચ પર ઘાસ છે અને વરસાદ પણ પડી રહ્યો છે, જેથી ફાસ્ટ બોલરોને મદદ મળશે. તેવામાં ઉમેશ યાદવ વધુ ઉપયોગી થઈ શકે છે. 


આ પણ વાંચોઃ IND vs SA 2nd Test: જોહનિસબર્ગમાં ક્યારેય હાર્યું નથી ભારત, વધુ એક જીત સાથે રચી શકે છે ઈતિહાસ


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરશે. રાહુલે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તો ત્રીજા સ્થાને ચેતેશ્વર પુજારા આવી શકે છે. પરંતુ તે ઘણા સમયથી ફોર્મમાં નથી. ચોથા ક્રમે કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરશે. તો પાંચમાં સ્થાને અજિંક્ય રહાણે રમી શકે છે. ત્યારબાદ વિકેટકીપર તરીકે રિષભ પંત મેદાનમાં ઉતરશે. હનુમા વિહારીને પણ પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે નહીં. ફાસ્ટ બોલિંગમાં બુમરાહ, શમી અને સિરાજની ત્રિપુટી રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube