નવી દિલ્હીઃ ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ વિશ્વકપની શરૂઆત થઈ ચુકી છે. ભારત સહિત તમામ ટીમો તેને પોતાના નામે કરવા માટે ઈંગ્લેન્ડમાં છે. ક્રિકેટના પોતાના અત્યાર સુધીના સફરમાં ભારત બે વખત (1983 અને 2011) વિશ્વ કપ જીતી ચુક્યું છે. આ વખતે પણ ભારતીય દર્શકોને આશા છે. વિશ્વકપમાં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન કેવું રહ્યું છે, તેને નીચે આપવામાં આવેલા ટેબલથી સારી રીતે સમજી શકાય છે. તેમાં જીતવામાં આવેલા કુલ મેચ, સૌથી સફળ બેટ્સમેન, બોલર વગેરે જણાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કુલ મેચ જીત હાર ટાઈ નો રિઝલ્ટ જીત ટકાવારી
75 46 27 1 1 62.83
           

ક્યારે-ક્યારે બનાવ્યા 370થી વધુ રન

         
સ્કોર ઓવર વિરુદ્ધ તારીખ    
413-5 50 બરમૂડા 19 માર્ચ 2007    
373-6 50 શ્રીલંકા 26 મે 1999    
370-4 50 બાંગ્લાદેશ

19 ફેબ્રુઆરી 2011

   
           

સૌથી ઓછો સ્કોર

         
સ્કોર ઓવર વિરુદ્ધ તારીખ    
125 41.4 ઓસ્ટ્રેલિયા

15 ફેબ્રુઆરી 2003

   
132-3 60 ઈંગ્લેન્ડ 7 જૂન 1975    
           

ટોપ વ્યક્તિગત સ્કોર

         
સ્કોર બેટ્સમેન વિરુદ્ધ તારીખ    
183 સૌરવ ગાંગુલી શ્રીલંકા 26 મે 1999    
175* કપિલ દેવ ઝિમ્બાબ્વે 18 જૂન 1983    
175 વીરેન્દ્ર સહેવાગ બાંગ્લાદેશ

19 ફેબ્રુઆરી 2011

   
           
બેસ્ટ બોલિંગ          
વિકેટ બોલર વિરુદ્ધ તારીખ    
6/23 આશીષ નહેરા ઈંગ્લેન્ડ

26 ફેબ્રુઆરી 2003

   
           

ટોપ રન મેકર(1 હજારથી વધુ)

         
રન બેટ્સમેન મેચ હાઇસ્કોર એવરેજ સદી
2278 સચિન 45 152 59.95 6
1006 સૌરવ ગાંગુલી 21 183 55.28 4
           

સૌથી સફળ બોલર

         
વિકેટ બોલર મેચ બેસ્ટ એવરેજ 5 વિકેટ
44 ઝહીર ખાન 23 4/42 20.22 0
44 જવાગલ શ્રીનાથ 34 4/30 27.81 0

વિશ્વ કપ 2019માં ભારતની શરૂઆત સારી રહી નથી. તેણે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે 6 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુરૂવારે તે બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી પ્રેક્ટિસ મેચ રમશે. આ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાને વિરાટ કોહલી, એમએસ ધોનીની સાથે સાથે કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પાસેથી મોટી આશા હશે. 


વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર