નવી દિલ્હીઃ ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે. તેણે મંગળવારે રમાયેલી બીજી વનડે મેચમાં 8 રનથી હરાવ્યું હતું. આ સાથે વનડે ક્રિકેટમાં ભારતે 500મી જીત પોતાના નામે કરી લીધી છે. ભારત વિશ્વનો બીજો દેશ છે, જેણે 500થી વધુ મેચ જીતી છે. સૌથી વધુ વનડે જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. તેણે 558 મેચ જીતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટપ્રેમીને સૌથી વધુ ખુશી તે વાતની થશે કે અમારી ટીમ વિશ્વમાં સૌથી વધુ મેચ જીતવાના મામલામાં ટોપ-2માં છે. તે પણ ત્યારે, જ્યારે વનડે ક્રિકેટની શરૂઆતના 10 વર્ષ સુધી ભારતીય ટીમને વિશ્વમાં કોઈ મહત્વ આપતું નહતું. તેને એક સામાન્ય ટીમ ગણવામાં આવતી હતી. ત્યાં સુધી કે પાકિસ્તાનની ટીમને સન્માન હાસિલ હતું પરંતુ ભારતીય ટીમ ટોપ-5મા સામેલ નહતી. 
 
સૌથી વધુ વનડે જીતનારી ટોપ-5 ટીમો
ટીમ    મેચ    જીત     જીતની ટકાવારી
ઓસ્ટ્રેલિયા    924    558    63.20
ભારત    963    500    54.65
પાકિસ્તાન    907    479    54.39
વેસ્ટઈન્ડિઝ     793    390    51.63
શ્રીલંકા    832    379    47.98
 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વનડે મેચ 5 જાન્યુઆરી 1971ના રોજ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયો હતો. ભારતે પોતાની પ્રથમ વનડે 1974માં રમી હતી. વનડે ક્રિકેટમાં ભારતના શરૂઆતી પ્રદર્શનનો અંદાજ તે વાતથી લગાવી શકાય  કે તેણે 1975ના વિશ્વકપમાં માત્ર એક જીત મળી હતી. આ રીતે ભારતીય ટીમ 1979ના વિશ્વકપમાં પણ એક મેચ ન જીતી શકી. જ્યારે 1983માં ભારતે કપિલ દેવની આગેવાનીમાં વિશ્વકપ જીત્યો, ત્યારબાદ ટીમને ગંભીરતાથી લેવામાં આવી હતી. 


ભલે ભારતે 500 વનડે મેચ જીતી હોય પરંતુ હારવાના મામલામાં તેનો રેકોર્ડ ખરાબ છે. ભારતે કુલ 963 વનડે મેચ રમી છે, તેમાંથી 414 મેચોમાં પરાજય થયો છે. તે વિશ્વની સૌથી વધુ વનડે મેચ હારનારી ટીમ છે. ભારત બાદ સૌથી વધુ મેચ શ્રીલંકા (411) હાર્યું છે. પાકિસ્તાન ટીમ આ મામલે ત્રીજા સ્થાને છે. આ ત્રણ ટીમ સિવાય કોઈ ટીમ 400 મેચ હારી નથી.  


સૌથી વધુ મેચ હારનારી ટોપ-5 ટીમો
ટીમ    મેચ     હાર     જીત 
ભારત    963    414    500
શ્રીલંકા    832    411    379
પાકિસ્તાન    907    401    479
ન્યૂઝીલેન્ડ    758    370    342
વેસ્ટઈન્ડિઝ    793    365    390 


હવે જીત હારની વાત થઈ તો ટાઈ મેચોની વાત કરી લઈએ. વિશ્વમાં સૌથી વધુ ટાઈ મેચ વેસ્ટઈન્ડિઝે રમી છે. તેના નામે 10 ટાઈ મેચ નોંધાયેલી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા આ મામલે સંયુક્ત રૂપે બીજા સ્થાને છે. બંન્ને ટીમોએ 9-9 ટાઈ મેચ રમી છે. પાકિસ્તાન-ઈંગ્લેન્ડે 8-8 મેચ ટાઈ રમી છે. ઝિમ્બાબ્વેએ સાત મેચ ટાઈ રમી છે. સૌથી વધુ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડના રદ્દ થયા છે. આ બંન્ને ટીમોના 40-40 મેચ વરસાદ કે અન્ય કારણોથી રદ્દ થયા છે.