INDvsWI: દિવાળી પર ટીમ ઈન્ડિયાનો ધમાકેદાર વિજય, વિન્ડીઝને 71 રને હરાવ્યું
બીજી ટી-20 મેચમાં શાનદાર જીતની સાથે ભારતીય ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-0થી જીતી લીધી છે.
લખનઉઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટી-20 શ્રેણીનો બીજો મુકાબલો નવાબોના શહેર લખનઉના અટલ બિહારી વાજપેયી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા અને વિન્ડિઝને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 124 રન બનાવી શકી હતી. ભારતનો 71 રને ભવ્ય વિજય થયો હતો. આ સાથે ભારતે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. તો આ શ્રેણી વિજય સાથે ટી-20માં ભારતનો સતત સાતમો શ્રેણી વિજય છે.
ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 12 રન આપીને બે, ખલીલે 30 રન આપીને બે, કુલદીપ યાદવે 32 રન આપીને બે તથા બુમરાહે 20 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
રોહિતની ચોથી ટી-20 સદીની મદદથી ભારતે બનાવ્યા 195 રન
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોહિત અને શિખર ધવન (43)એ 14 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે ભારતની આ સૌથી મોટી ભાગીદારી છે.
પોતાના કેરિયરની ચોથી સદી ફટકારનાર રોહિતે 61 બોલમાં 6 ફોર અને સાત સિક્સ જ્યારે ધવને 41 બોલમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. રિષભ પંત પાંચ અને લોકેશ રાહુલે 14 બોલમાં બે ફોર અને એક સિક્સની મદદથી અણનમ 26 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ફેબિયાન એલેન અને ખૈરી પિયરને એક-એક સફળતા મળી હતી.
ભારતની વિકેટનું પતન
ભારત તરફથી ઓપનર શિખર ધવન અને રોહિત શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 123 રન જોડ્યા હતા. શિખર ધવન 43 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રિષભ પંતને ત્રીજા ક્રમે બેટીંગમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ તે ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો અને માત્ર 5 રન બનાવી આઉટ થઈ ગયો હતો.
રોહિતે તોડ્યો વિરાટનો રેકોર્ડ
હિટમેન રોહિત શર્માએ લખનઉ ટી-20માં 11 રન બનાવવાની સાથે ભારત તરફથી ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે ભારતના નિયમિત કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલીને પાછળ રાખી દીધો છે. વિરાટે અત્યાર સુધી 62 ટી-20 મેચોમાં 2102 રન બનાવ્યા છે, જ્યારે રોહિત 2103 રન બનાવીને તેનાથી આગળ નિકળી ગયો છે.
ભારત માટે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન
2170 રોહિત શર્મા
2102 વિરાટ કોહલી
1605 સુરેશ રૈના
1487 મહેન્દ્ર સિંહ ધોની
1177 યુવરાજ સિંહ
ટી-20માં સૌથી વધુ સિક્સ ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો રોહિત
ટીમ ઈન્ડિયાના હેટમેન રોહિત શર્માએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે છે.
ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન
103 ક્રિસ ગેલ (વેસ્ટઈન્ડિઝ)/ માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝીલેન્ડ)
94 રોહિત શર્મા (ભારત)
91 બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ)
83 શેન વોટસન (ઓસ્ટ્રેલિયા)/ કોલિન મુનરો (ન્યૂઝીલેન્ડ)
79 ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)/ એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, રિષભ પંત, મનિષ પાંડે, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ.
વેસ્ટ ઈન્ડિઝ ટીમઃ કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), ફેબિયન એલન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમેયર, કીમો પોલ, કીરોન પોલાર્ડ, દિનેશ રામદીન (વિકેટકીપર), શાઈ હોપ, ઓશાને થોમસ, ખૈરી પિએરે, નિકોલન પૂરન.
મુશ્કેલ થઇ ગઇ હતી સહેલી જીત
ટીમ ઇન્ડિયાએ કોલકાતામાં ઇડન ગાર્ડનમાં રવિવારે રમાયેલા પહેલા ટી-20 મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. રોહિક શર્માની કેપ્ટનશીપમાં ભારતીય બોલરોએ વેસ્ટઇન્ડિઝની ઇનિંગ 109 રનો પર ઓલઆઉટ કરી દીધુ હતું. ત્યાર બાદ 54 રનમાં ચાર વિકેટ ગુમાવી દેનાર ભારતીય ટીમના દિનેશ કાર્તિક(31) અને કૃણાલ પાંડ્યા (21)ની પાર્ટનરશીપની મદદથી ભારતે જીતનો હાસલ કરી હતી. એવામાં વેસ્ટઇન્ડિઝની ટીમ પણ સારી વાપસી કરવાનો પ્રયત્ન કરશે. તેના માટે ભારતીય બેસ્ટમેનોને રોકવા માટે કેપ્ટન કાર્લેસ બ્રૈથવૈટને તેની ટીમના યુવા બોલરો પાસે સારા પ્રદર્શનની આશા રાખશે.
ટીમ ઇન્ડિયા માટે આ એક પડકાર
ભારતીય ટીમે પહેલી મેચમાં ભલે જીત મળી હોય. પરંતુ ભારતીય ટીમે પણ તેની બેટીંગ મજબૂત કરવી પડશે. જેમાં પહેલી મેચમાં અસફળ રહેલા ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત, શિખર ધવન, લોકેશ રાહુલસ અને પંતનો સમાવેશ થાય છે, આ સિવાય મનીષ પાંડેએ પણ મહેનત કરવાની જરૂર છે.