નવી દિલ્હીઃ વિકેટકીપર બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એડિલેડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની બીજી વનડેમાં મંગળવારે જીતનો હીરો રહ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી (104)ની સદી અને ધોની (55*)ની અડધી સદીની મદદથી ભારતે 299 રનનો લક્ષ્ય ચાર બોલ બાકી રહેતા હાસિલ કર્યો અને 6 વિકેટે મેચ જીતીને સિરીઝમાં 1-1ની બરોબરી હાસિલ કરી હતી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધોનીના એક રન પૂરો ન કરવાની વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ બાદ ધોની જીત સિવાય વધુ એક કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ધોની એક ખોટા કારણે નિશાના પર છે. વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ધોનીએ એક રન લીધો પરંતુ તેને પૂરો ન કર્યો જે અમ્પાયરોના ધ્યાને પણ ન આવ્યું. આ વીડિયો ક્લિવ ઈનિંગની 45મી ઓવરની છે, જ્યારે ધોની સ્પિનર નાથન લાયનના અંતિમ બોલ પર રન લેવા દોડ્યો પરંતુ તેણે રન પૂરો ન કર્યો. 


અમ્પાયરની નજર પણ તેના પર ન પડી અને તે રનને અમાન્ય ન ગણાવાયો. પરંતુ સોશિયલ મીડિયા પર ઝડપથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં ધોનીએ 54 બોલમાં પોતાની અણનમ ઈનિંગ દરમિયાન બે સિક્સ ફટકારી હતી. 



ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ પર 298 રન બનાવ્યા જેના જવાબમાં ભારતીય ટીમે 49.2 ઓવરમાં 4 વિકેટ પર 299 રન બનાવીને જીત હાસિલ કરી અને 3 મેચોની સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. શ્રેણીનો ત્રીજો અને નિર્ણાયક વનડે મેચ 18 જાન્યુઆરીએ મેલબોર્નમાં રમાશે.