નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XI અને ઈન્ડિયા વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચ ડ્રો રહી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં  358 રન બનાવ્યા હતા. જવાબમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવને પ્રથમ ઈનિંગમાં 151.1 ઓવરમાં તમામ વિકેટ  ગુમાવીને 544 રનનો પહાડ સ્કોર કર્યો અને પ્રથ ઈનિંગના આધાર પર 186 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ  ભારતીય ટીમે બે વિકેટ પર 221 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે ધીમી શરૂઆત બાદ  તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે 132 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 129 રન બનાવ્યા  હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા ભારતીય ટીમને બીજી ઈનિંગમાં લોકેશ રાહુલ અને મુરલી વિજયે શાનદાર શરૂઆત આપી અને પ્રથમ  વિકેટ માટે 30.4 ઓવરમાં 109 રન જોડ્યા હતા. આ ટીમ સ્કોર પર લોકેશ રાહુલ આઉટ થયો હતો. તેને ડાર્સી  શોર્ટે આઉટ કર્યો હતો. રાહુલે 98 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 62 રન ફટકાર્યા હતા. 


ત્યારબાદ મુરલી વિજય અને હનુમા વિહારીએ ઈનિંગને આગળ વધારી અને ટીમનો સ્કોર 200 રનને પાર  પહોંચાડ્યો હતો. અહીં મેચને ડ્રો જાહેર કરવામાં આવ્યો હતો. હનુમા વિહારી 32 બોલમાં 15 રન બનાવી અણનમ  રહ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મેચ 6 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે. 


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઈનિંગનો રોમાંચ
આ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે હૈરી નિએલસન (100)એ શાનદાર સદી પટકારી હતી. ડાર્સી શોર્ટ (74), મૈક્સ  બ્રાયંટ (64) અને આરોન હાર્ડી (86)એ અડધી સદી ફટકારી હતી. આ પહેલા ચોથા દિવસે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા  ઈલેવને 6 વિકેટ પર 356 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્રીજા દિવસે અણનમ હૈરી નિએલ્સે  પોતાની સદીમાં 170 બોલનો સામનનો કર્યો અને 9 બાઉન્ડ્રી ફટકારી હતી. બીજીતરફ તેનો સાથ આપનાર હાર્ડી  ચોથા દિવસે ભારતીય બોલરોનો પ્રથમ શિકાર બન્યો હતો. તેણે 141 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી  86 રન બનાવ્યા હતા. તેને ઈશાંત શર્માએ આઉટ કર્યો હતો. 


IND vs AUS: જ્યારે ઓસ્ટ્રેલિયામાં આટલા મોટા વિવાદ બાદ પણ સિરીઝ હારી ગયું હતું ભારત

ત્યારબાદ લોઅર ઓર્ડરે જવાબદારી સંભાળી અને ટીમનો સ્કોર 500ને પાર પહોંચાડ્યો હતો. ડૈનિયલ ફૈલિંસે 65  બોલમાં 43 રન બનાવ્યા હતા, જ્યારે જૈક્સન કોલમને 36 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શમીએ  ત્રણ, આર.અશ્વિનના નામે બે વિકેટ રહી હતી. ઉમેશ, ઈશાંત, બુમરાહ અને કોહલીને એક-એક વિકેટ મળી હતી. 


ભારતની ઈનિંગ
આ પહેલા શાનદાર ફોર્મમાં રહેલા કેપ્ટન વિરાટ કોહલી (64) અને પૃથ્વી શો (66) સહિત પાંચ ભારતીય બેટ્સમેનોએ અડધી સદી ફટકારી, જેની મદદથી ભારતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન વિરુદ્ધ બીજા દિવસે 92 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા. ભારત માટે પૂજારા (54), રહાણે (56) અને હનુમા વિહારી (53) અડધી સદી ફટકારી હતી. આ પ્રેક્ટિસ મેચ સિડનીમાં રમાઇ રહ્યો છે. વરસાદને કારણે પ્રથમ દિવસની રમત ધોવાઇ ગઈ હતી.