નવી દિલ્હીઃ India tour of South Africa, 2023-24: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચની ટી20 સિરીઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના લાંબા પ્રવાસે જશે. આફ્રિકામાં ટીમ ઈન્ડિયા ત્રણ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ભારત આફ્રિકાના પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરથી થશે. અહીં જાણો ભારતના આફ્રિકા પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી નથી. પરંતુ આજે ટીમની જાહેરાત થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં તે ખેલાડીઓને તક મળશે, જેની 2024ના વર્લ્ડ ટી20 માટે પસંદગી કરી શકાય છે. 


ભારતના દક્ષિણ આફ્રિકાના પ્રવાસની આ ટૂરની શરૂઆત ત્રણ મેચની ટી20 સિરીઝની સાથે થશે. ત્યારબાદ ત્રણ વનડે મેચ રમાશે અને અંતમાં બે મેચની ટી20 સિરીઝ રમાશે. ટી20 સિરીઝનો પ્રથમ મુકાબલો 10 ડિસેમ્બરે રમાવાનો છે. 


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ 10 ડિસેમ્બરે ડરબનમાં રમાશે. ત્યારબાદ બીજી ટી20 મેચ 12 ડિસેમ્બરે સેન્ટ જોર્જ પાર્ક અને ત્રીજી ટી20 મેચ 14 ડિસેમ્બરે જોહનિસબર્ગમાં રમાશે. ત્યારબાદ 17 ડિસેમ્બરથી વનડે સિરીઝની શરૂઆત થશે. પ્રથમ વનડે જોહનિસબર્ગમાં રમાશે, જ્યારે બીજી વનડે 19 ડિસેમ્બરે સેન્ટ જોર્જ પાર્ક અને ત્રીજી વનડે 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે. ત્યારબાદ 26 ડિસેમ્બરે પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી રમાશે. 


આ પણ વાંચોઃ વર્લ્ડ કપમાં વિસ્ફોટક સદી ફટકારનાર ખુંખાર ખેલાડી હવે T20માં ઓસ્ટ્રેલિયાના ગાભા કાઢશે


ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું પૂર્ણ શેડ્યૂલ
પ્રથમ T20- 10 ડિસેમ્બર


બીજી T20- 12 ડિસેમ્બર


ત્રીજી T20- 14 ડિસેમ્બર


પ્રથમ ODI- 17 ડિસેમ્બર


બીજી ODI- 19 ડિસેમ્બર


ત્રીજી ODI- 21 ડિસેમ્બર


પ્રથમ ટેસ્ટ- 26-30 ડિસેમ્બર


બીજી ટેસ્ટ- 3-7 જાન્યુઆરી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube