નવી દિલ્હીઃ આઈસીસીએ વર્લ્ડકપ 2023 (World Cup 2023)ના 9 મેચના કાર્યક્રમમાં ફેરફારની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK)નો મુકાબલો પણ સામેલ છે. પહેલા 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની હતી. જેના કારણે દિલ્હીમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડની મેચ, શનિવાર 14 ઓક્ટોબરથી સ્થાણાંતરિત કરવામાં આવી છે. આ મેચ હવે 15 ઓક્ટોબરે રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે ટક્કર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન અને શ્રીલંકાની મેચ 10 ઓક્ટોબરે
હૈદરાબાદમાં શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાનનો મુકાબલો 12 ઓક્ટોબરની જગ્યાએ 10 ઓક્ટોબરે રમાશે. લખનઉમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની મેચમાં પણ ફેરફાર થયો છે. હવે આ મેચ 13 ઓક્ટોબરની જગ્યાએ હવે 12 ઓક્ટોબરે રમાશે. 


બીજીતરફ બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચ 14 ઓક્ટોબરે ચેન્નઈમાં રમાવાની હતી. હવે આ મેચ એક દિવસ પહેલા 13 ઓક્ટોબરે રમાશે. આ મેચ પહેલા ડે મેચ હતી પરંતુ હવે ડે-નાઈટ રમાશે. 


આ મેચના કાર્યક્રમમાં ફેરફાર
- ઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશઃ 10 ઓક્ટોબર- સવારે 10.30 કલાકે
- પાકિસ્તાન vs શ્રીલંકાઃ 10 ઓક્ટોબર- બપોરે 2 કલાકે
- ઓસ્ટ્રેલિયા vs સાઉથ આફ્રિકાઃ 12 ઓક્ટોબર- બપોરે 2 કલાકે
- ન્યૂઝીલેન્ડ vs બાંગ્લાદેશઃ 13 ઓક્ટોબર- બપોરે 2 કલાકે
- ભારત vs પાકિસ્તાનઃ 14 ઓક્ટોબર- બપોરે 2 કલાકે
- ઈંગ્લેન્ડ vs અફઘાનિસ્તાનઃ 15 ઓક્ટોબર- બપોરે 2 કલાકે
- ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશઃ 11 નવેમ્બર- સવારે 10.30 કલાકે
- ઈંગ્લેન્ડ vs પાકિસ્તાનઃ 11 નવેમ્બર- બપોરે 11 કલાકે
- ભારત vs નેધરલેન્ડઃ 12 નવેમ્બર- બપોરે 2 કલાકે


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube