IND vs SA: કરો યા મરો મુકાબલામાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ XI, હાર્યા તો સિરીઝ પણ જશે
India vs South Africa Predicted xi: ભારતીય ટીમ સતત 12 મેચ જીતીને આ સિરીઝમાં ઉતર્યું હતું પરંતુ આફ્રિકા સામે સતત બે મેચ હારી ગયું. પંતની આગેવાનીમાં ટીમ દરેક ડિપાર્ટમેન્ટમાં સંઘર્ષ કરી રહી છે. હવે જો ત્રીજી ટી20 મેચ ગુમાવશે તો શ્રેણી પર હારશે.
વિશાખાપટ્ટનમઃ પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે મંગળવાર એટલે કે 14 જૂને રમાનારી ત્રીજી મેચ જીતવી પડશે. જો ભારતીય ટીમ આ મેચ હારશે તો સિરીઝ ગુમાવી દેશે. સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાની સામે અનેક મુશ્કેલી છે. સ્પિનર્સ ફોર્મમાં નથી. ઓપનિંગ જોડી ચાલી રહી નથી. ફાસ્ટ બોલર વિકેટ ઝડપી શકતા નથી. ખુદ કેપ્ટન રિષભ પંતનું બેટ પણ શાંત રહ્યું છે.
શું ગાયકવાડને મળશે વધુ એક તક?
ભારતીય ટીમ પ્રથમ મેચ ખરાબ બોલિંગને કારણે હારી તો બીજી મેચમાં બેટરોએ નિરાશ કર્યા હતા. ભારતીય ઓપનિંગ બેટર પાવરપ્લેમાં સારી શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યાં છે. ઈશાન કિશને તો સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ ગાયકવાડ 23 અને 1 રન બનાવી શક્યો છે.
કેપ્ટન પંતનું ફોર્મ ચિંતાનો વિષય
કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ ટીમની કમાન સંભાળનાર રિષભ પંત અત્યાર સુધી બે મેચમાં 29 અને 5 રન બનાવી શક્યો છે. પંતે 45 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 23.9ની એવરેજ અને 126.6ની સ્ટ્રાઇક રેટથી માત્ર 3 અડધી સદી ફટકારી છે, જે તેની પ્રતિભાને અનુરૂપ નથી. કેપ્ટનના રૂપમાં પણ પંતના નિર્ણય પર સવાલ ઉઠી રહ્યાં છે.
આ પણ વાંચોઃ IPL Media Rights: 44075 કરોડમાં વેચાયા આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઇટ્સ
સ્પિન જોડીએ કર્યા નિરાશ
બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલની જોડીએ બંને મેચમાં નિરાશ કર્યા છે. આફ્રિકાના બેટરોએ આ બંને બોલર સામે સરળતાથી રન બનાવ્યા છે. ત્રીજી મેચમાં કોઈ એક સ્પિનર બહાર થઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ યુવા બોલર રવિ બિશ્નોઈ કે ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને તક આપી શકે છે.
શું ઉમરાન મલિકને મળશે તક?
ભુવનેશ્વર કુમારને છોડીને ભારતીય ફાસ્ટ બોલર વિકેટ લઈ શક્યા નથી. હવે ત્રીજી મેચમાં સિરીઝ દાવ પર લાગી છે. તેવામાં ટીમ મેનેજમેન્ટ આવેશ ખાનની જગ્યાએ ઉમરાન મલિક કે અર્શદીપ સિંહને પર્દાપણની તક આપી શકે છે.
ભારતીય ટીમઃ રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, ઉમરાન મલિક.
આફ્રિકા ટીમઃ તેમ્બા બાવુમા, ડિકોક, રીઝા હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્કિયા, વાયને પર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કગિસો રબાડા, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડુસેન, માર્કો યાનસેન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube