વિશાખાપટ્ટનમઃ આઈસીસી વનડે વિશ્વકપ 2023 સમાપ્ત થયા બાદ હવે ભારતીય ટીમ ફરી ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે. પરંતુ આ વખતે ફોર્મેટ અલગ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની રોમાંચક ટી20 સિરીઝ 23 નવેમ્બરથી રમાશે. પ્રથમ ટી20 મેચ વિશાકાપટ્ટનમમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ આ ટી20 સિરીઝ માટે ભારતના સીનિયર ખેલાડીઓને રેસ્ટ આપવામાં આવ્યું છે. તેવામાં સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો રિંકૂ સિંહ, તિલક વર્મા, યશસ્વી જાયસવાલ જેવા યુવા ખેલાડી પણ ટીમમાં હાજર છે. આવો તેવામાં જાણીએ પ્રથમ ટી20 તમે કયાં અને ક્યારે જોઈ શકો છો. 


ક્યારે રમાશે પ્રથમ ટી20 મેચ?
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી20 23 નવેમ્બરે રમાશે.


કયાં રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી20?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી20 મુકાબલો વિશાખાપટ્ટનમમાં રમાશે. 


કેટલા વાગે શરૂ થશે મેચ?
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી20 મુકાબલો ગુરૂવારે સાંજે 7 કલાકે રમાશે.


ટીવી પર ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ કયાં લાઇવ ટેલિકાસ્ટ થશે?
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ લાઇલ ટેલિકાસ્ટ ટીવી પર સ્પોર્ટ્સ 18 પર થશે.


ભારત-ઓસ્ટ્રેલિયાની ટી20 મેચનું લાઈસ સ્ટ્રીમિંગ કઈ એપ પર થશે?
ભારત-ઓસ્ટ્રેલિયાની ટી20 મેચની લાઇવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર થશે.


કયાં ફ્રીમાં જોઈ શકો છો ભારત-ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટી20 મેચ?
ભારત-ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટી20 મેચ ફ્રીમાં જિયો સિનેમા એપ પર જોઈ શકાય છે. 


પ્રથમ ટી20 માટે બંને ટીમની સ્ક્વોડ
ભારતઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન, મુકેશ કુમાર.


ઓસ્ટ્રેલિયા: મેથ્યુ વેડ (કેપ્ટન), એરોન હાર્ડી, જેસન બેહરનડોર્ફ, સીન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, કેન રિચાર્ડસન, એડમ ઝમ્પા.


આ પણ વાંચોઃ વિશ્વકપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમના આ ખેલાડી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો વિગત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube