નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રવિવાર (24 ફેબ્રુઆરી)થી પોતાની ધરતી પર સીમિત ઓવરોની સિરીઝનો પ્રારંભ કરશે. આ વિશ્વકપ પહેલા ભારતની અંતિમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિરીઝ પણ છે. ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે મેચોની ટી20 અને 5 મેચોની વનડે સિરીઝ રમશે. હાલમાં પૂર્ણ થયેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતે કાંગારૂ ટીમને વનડે સિરીઝમાં 2-1થી પરાજય આપ્યો હતો, જ્યારે ટી20 સિરીઝ 1-1થી બરોબર રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે અને ટી20 ટીમમાં વાપસી થઈ છે. કોહલીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ બે વનડે અને ટી20 સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. તેની ગેરહાજરીમાં રોહિતે ટીમની કમાન સંભાળી હતી. 


આ સિવાય બોલરોમાં જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 18 ટી20 મેચ રમી છે, જેમાં 11માં જીત અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાનો ટી20 ક્રિકેટમાં રેકોર્ડ સારો રહ્યો નથી. 


મેચ સાથે જોડાયેલી જાણકારી


IND vs AUS : પ્રથમ ટી20 મેચ ક્યારે રમાશે?


આ મેચ રવિવાર (24 ફેબ્રુઆરી) રમાશે. 


IND vs AUS : પ્રથમ ટી20 મેચ ક્યાં રમાશે? 


આ મેચ વિશાખાપટ્ટનમના ડો. વાઇએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 


IND vs AUS : પ્રથમ T-20 મેચ ક્યા સમયે શરૂ થશે?


આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 કલાકે શરૂ થશે. ટોસ 6.30 કલાકે શરૂ કરવામાં આવશે. 


IND vs AUS : પ્રથમ ટી20 મેચ કઈ ટીવી ચેનલ પર જોઈ શકાશે?


આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક જોઈ શકાશે. 


આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Hotstar ઉપલબ્ધ હશે. 


ટીમોઃ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), ક્રુણાલ પંડ્યા, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કડેય. 


ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, પેટ કમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પીટર હૈંડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, ગ્લેન મેક્સવેલ, ઝાઇ રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને એડમ ઝમ્પા. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર