IND vs AUS: રવિચંદ્રન અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો વધુ એક ટેસ્ટ રેકોર્ડ, હાસિલ કરી મોટી સિદ્ધિ
Nagpur Test: ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થયેલી નાગપુર ટેસ્ટમાં પ્રથમ દિવસે આર અશ્વિને કમાલ કર્યો છે. અશ્વિને એલેક્સ કેરીને આઉટ કરી ટેસ્ટ કરિયરની 450મી વિકેટ ઝડપી હતી. આ સાથે સ્ટાર ઓફ સ્પિનરે અનિલ કુંબલેને રેકોર્ડ તોડી દીધો છે.
નાગપુરઃ India vs Australia 1st Test: નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમ માત્ર 177 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી સિરીઝની પ્રથમ મેચમાં ભારત તરફથી આર અશ્વિને એક શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. અશ્વિને આ મેચમાં એલેક્સ કેરીને આઉટ કરવાની સાથે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
હકીકતમાં અશ્વિને કોઈ અન્ય ભારતીય ખેલાડીની તુલનામાં સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કેરીને આઉટ કરીને અશ્વિને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભારતના સ્પિનર આર અશ્વિને નાગપુર ટેસ્ટના પ્રથમ દિવસે પોતાના ટેસ્ટ કરિયરની 450મી વિકેટ પૂરી કરી હતી. અશ્વિને પોતાની 89મી ટેસ્ટ મેચમાં 450 વિકેટ પૂરી કરી રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મામલામાં અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે.
આ પણ વાંચોઃ WPL 2023: ગુજરાતની 16 દીકરી સાચી લક્ષ્મી બની, ક્રિકેટમાં મહેનત ફળી, હવે કરશે કમાણી
ભારતીય ઓફ સ્પિનર હવે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ 450મી ટેસ્ટ વિકેટ સુધી પહોંચનાર દુનિયાનો બીજો સૌથી ઝડપી બોલર છે, જેણે પોતાની 80મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટર એલેક્સ કેરીને અશ્વિને બોલ્ડ કર્યો હતો. કેરીને 36 રને પેવેલિયન મોકલી અશ્વિને પોતાની 450મી વિકેટ પૂરી કરી હતી.
અશ્વિને ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી
નાગપુરમાં પ્રથમ દિવસે ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 177 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 47 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય અશ્વિનને ત્રણ સફળતા મળી હતી. ફાસ્ટ બોલર શમી અને સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube