IND vs AUS: પાંચમાં વનડે માટે દિલ્હી પહોંચ્યો વિરાટ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ફોટો
મોહાલીમાં રમાયેલી ગત વનડેમાં કોહલી કંઇ ખાસ ન કરી શક્યો અને માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પહેલા રાંચી વનડેમાં તેણે 123 અને નાગપુરમાં 116 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સિરીઝના પાંચમાં અને અંતિમ વનડે માટે દિલ્હી પહોંચી ગયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝનો પાંચમો મેચ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં 13 માર્ચે રમાશે. હાલમાં 4 મેચોની સિરીઝ 2-2થી બરોબરી પર છે.
30 વર્ષના વિરાટે સોશિયલ મીડિયા પર પોતાની એક તસ્વીર પોસ્ટ કરી છે. તેમે ફોટો પોસ્ટ કરતા લખ્યું- દિલ્હી પહોંચી ગયો છું. વિરાટે આ સાથે ફોટોમાં પાલતૂ ડોગ પણ જોવા મળી રહ્યો છે.
ચેન્નઈ સુપરકિંગ્સની ડોક્યૂમેન્ટ્રીમાં ધોનીએ કહ્યું- હત્યાથી મોટો અપરાધ છે મેચ ફિક્સિંગ
કેપ્ટન કોહલીની આ તસ્વીરને 45 મિનિટની અંદર જ 15 હજારથી વધુ લોકોએ લાઇક કરી છે. આ સિવાય 1 હજારથી વધુ તેને રિટ્વીટ કરવામાં આવી છે.
મોહાલીમાં રમાયેલી ચોથી વનડેમાં કોહલી માત્ર 7 રન બનાવી આઉટ થઈ ગયો હતો. આ પહેલા રાંચી વનડેમાં તેણે 123 અને નાગપુર વનડેમાં 116 રનની ઈનિંગ રમી હતી. ભારતે સિરીઝની શરૂઆતી બંન્ને વનડે જીતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ત્રીજી અને ચોથી વનડે પોતાના નામે કરીને સિરીઝમાં 2-2થી બરોબરી હાસિલ કરી લીધી છે.