ચેન્નઈ સુપરકિંગ્સની ડોક્યૂમેન્ટ્રીમાં ધોનીએ કહ્યું- હત્યાથી મોટો અપરાધ છે મેચ ફિક્સિંગ

ધોનીએ કહ્યું કે, તેના માટે સૌથી મોટો અપરાધ હત્યા કરવી નહીં પરંતુ મેચ ફિક્સિંગ કરવી હશે. 

ચેન્નઈ સુપરકિંગ્સની ડોક્યૂમેન્ટ્રીમાં ધોનીએ કહ્યું- હત્યાથી મોટો અપરાધ છે મેચ ફિક્સિંગ

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપરકિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગત સિઝનમાં બે વર્ષ બાદ વાપસી કરી હતી. ટીમ પર મેચ ફિક્સિંગના આરોપોને કારણે બે વર્ષના પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમે વાપસી કરતા ત્રીજીવાર આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું. ચેન્નઈએ પ્રતિબંધથી વાપસી સુધીની સફરને લઈને એક ડોક્યૂમેન્ટ્રી 'રોર ઓફ ધ લાયન' બનાવી છે. આ 45 સેકન્ડના ટ્રેલરમાં ટીમના કેપ્ટન ધોનીએ કહ્યું- તેના માટે સૌથી મોટો ગુનો હત્યા નહીં, પરંતુ મેચ ફિક્સિંગ કરવો હશે. 

વાપસી કરવી ભાવુક ક્ષણ હતીઃ ધોની
ટ્રેલરમાં ધોનીએ કહ્યું, ટીમ મેચ ફિક્સિંગમાં સામેલ હતી, મારા પર પણ આરોપ લાગ્યા હતા. આ અમારા બધા માટે મુશ્કેલ સમય હતો. વાપસી કરવી ભાવુક ક્ષણ હતી અને મેં હંમેશા કહ્યું છે કે, જે વસ્તુથી તમારુ મોત થતું નથી તે તમને મજબૂત બનાવે છે. ડોક્યૂમેન્ટ્રી 20 માર્ચે હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. 

— Hotstar Specials (@HotstarSpecials) March 10, 2019

— Chennai Super Kings (@ChennaiIPL) March 10, 2019

સ્પોટ ફિક્સિંગમાં ફસાયા હતા મયપ્પન અને કુંદ્રા
2013માં સ્પોટ ફિક્સિંગ વિવાદમાં ચેન્નઈ અને રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટના રોલને શંકાસ્પદ માનવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલાઈ 2015 બંન્ને ટીમોને એકસાથે બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજસ્થાનના માલિક રાજ કુંદ્રા અને ચેન્નઈ ટીમના તત્કાલિન સીઈઓ ગુરૂનાથ મયપ્પન પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. રાજસ્થાન અને ચેન્નઈની જગ્યાએ 2016 અને 2017માં ગુજરાત લાયન્સ અને પુણે સુપરજાયનટ્સની ટીમ રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news