India Vs Australia 3rd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની 3 મેચની સીરિઝની ત્રીજી અને છેલ્લી વનડે આંતરરાષ્ટ્રીય મેચ 27 સપ્ટેમ્બર (બુધવાર) ના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ રાજકોટ ખાતે રમાશે. ભારતીય ટીમ પહેલા જ બે મેચ જીતીને વનડે સીરિઝ પોતાના નામે કરી ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં BJPનો કિલ્લો તોડવા મુકલ વાસનિકની નવી ચાલ,કોંગ્રેસના નેતાઓની તાકાત મપાઈ જશે


આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા હવે ત્રીજી વનડે જીતીને ઓસ્ટ્રેલિયાના સૂપડા સાફ કરવાના ઈરાદાથી ઉતરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ પહેલા છેલ્લી મેચ જીતીને પોતાની ઈજ્જત બચાવવાની કોશિશ કરશે. સૌરાષ્ટ્રના SCA સ્ટેડિયમમાં કોનો જાદુ ચાલે છે? શું બેટ્સમેન રનનો વરસાદ કરશે કે બોલરો માટે મુશ્કેલી બનશે? અમે આજે તમને જણાવીશું.


કોણ કહે છે ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે? આ તારીખ પછી મેઘો તરખાટ મચાવશે? જાણો આગાહી


રાજકોટની SCA પિચ હંમેશા બેટ્સમેનો માટે 'સ્વર્ગ' સમાન રહી છે. બેટ્સમેન હંમેશાં અહીં રાજ કરતા હોય છે. બોલ બેટ પર સરળતાથી આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં બેટ્સમેનો ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. આ વિકેટ પર ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માંગશે. આ મેદાન પર અત્યાર સુધીમાં 3 વન-ડે મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે ત્રણેયમાં જીત મેળવી છે. અહીં સરેરાશ સ્કોર 311 છે.


બસચાલકોથી સાવધાન! અમદાવાદમાં ફરી AMTS બસે લીધો મહિલાનો જીવ, અડફેટે લેતા કરૂણ મોત


હવામાન રિપોર્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો અહીં એક વન-ડે રમી હતી, જેમાં ભારત જીત્યું હતું. તે મેચમાં યજમાન ભારતે વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા સામે 340 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે. આ પીચ પર ટીમ ઈન્ડિયાએ ત્રણમાંથી એક મેચ જીતી છે. મેચના દિવસે રાજકોટમાં આકાશ વાદળછાયું રહેવાની આગાહી છે. જો કે, વરસાદથી કોઈ વિક્ષેપ સર્જાય તેવી ધારણા નથી. મેચના બે દિવસ બાદ વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાનો અંદાજ છે.


કરાર આધારિત શિક્ષકો મેદાને! આ ધારાસભ્યએ કહ્યું; 'જ્ઞાન સહાયક રદ્દ કરાવીને જ જંપીશું'


વિરાટ-રોહિત બુમરાહ અને પંડ્યાની થશે વાપસી
ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ ત્રીજી વનડેમાં વાપસી કરશે. ઉપરોક્ત ખેલાડીઓને પ્રથમ 2 વન-ડેમાં આરામ આપવામાં આવ્યો હતો. ઓપનર શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુર ત્રીજી વનડેમાં જોવા મળશે નહીં. ઝડપી બોલર જસપ્રિત બુમરાહની વાપસી થશે, જે મોહાલી વન-ડે પછી પોતાના ઘરે પરત ફર્યો હતો.


વડોદરાના પોશ વિસ્તારમાં માત્ર સાડા 5 લાખમાં શાનદાર 2BHK ફ્લેટ્સ, બુકિંગમાં પડાપડી!