નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા(IND vs AUS) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border-Gavaskar Trophy)ની ત્રીજી  ટેસ્ટ સિડની (Sydney)માં રમાઈ રહી છે. આજે મેચનો ચોથો દિવસ હતો. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતના 2 વિકેટના ભોગે 92 રન થયા હતા. ભારત સામે જીત માટે ઓસ્ટ્રેલિયાએ 407 રનનો ટાર્ગેટ રાખ્યો છે. હાલ અજિંક્ય રહાણે (1 રન) અને ચેતેશ્વર પૂજારા (9) રમતમાં છે. ભારતે જીત માટે હજુ 309 રન બનાવવાના છે. ભારતે બે મહત્વની વિકેટ શુભમન ગીલ (31) અને રોહિત શર્મા (52) ગુમાવી દીધી છે. હવે સિડનીમાં મેચ બચાવવી એ ભારત માટે મોટો પડકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IND vs AUS Sydney Test: મોહમ્મદ સિરાજ ફરી વંશીય ટિપ્પણીનો ભોગ બન્યો, આરોપી દર્શકોને સ્ટેડિયમમાંથી તગેડી મૂક્યા


ભારતનો બીજો દાવ
ઓસ્ટ્રેલિયાએ પોતાના બીજા દાવમાં 6 વિકેટના નુકસાને 312 રન બનાવીને દાવ ડિક્લેર કરી દીધો. ભારત સામે જીતનો 407 રનનો વિશાળ લક્ષ્યાંક ખડકી દીધો. ભારત તરફથી બીજી ઈનિંગની શરૂઆત શુભમન ગીલ અને રોહિત શર્માએ કરી હતી. સારી શરૂઆત બાદ શુભમન ગીલ અને રોહિત શર્મા આઉટ થઈ ગયા. ઓસ્ટ્રેલિયા માટે હેઝલવુડ અને પેટ કમેન્સે 1-1 વિકેટ લીધી. રોહિત શર્મા અડધી સદી ફટકારીને તરત જ પેટ કમિન્સની બોલિંગમાં આઉટ થયો. 


નશામાં ધૂત ઓસ્ટ્રેલિયન ફેન્સે સિરાજ-બુમરાહને આપી ગાળ, ટીમ ઇન્ડિયાએ કરી ફરિયાદ


ભારતનો પ્રથમ દાવ
ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 244 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં શુભમન ગીલ અને ચેતેશ્વર પૂજારાની અડધી સદી, ઋષભ પંતના 36, રવિન્દ્ર જાડેજાના 28, અજિંક્ય રહાણેના 22 જ્યારે રોહિત શર્માના 26 રનનું યોગદાન હતું. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. હેઝલવુડે 2 અને મિશેલ સ્ટાર્કે એક વિકેટ લીધી હતી. 


ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 338 રન કરીને ઓલઆઉટ થઈ હતી. ટીમ તરફથી માર્નસ લાબુશેનના 91, Will Pucovski ના 62 રન, સ્ટિવ સ્મીથના 131 રનનું મહત્વનું યોગદાન હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈનીએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ ઝડપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube