IND vs AUS: બીજી ટેસ્ટથી પહેલા ટીમ ઇન્ડિયા માટે આવી ડબલ ખુશી, David Warner અને Sean Abbott બીજી ટેસ્ટમાંથી બહાર
ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs australia) વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કાંગારુઓને મોટો ઝટકો લાગ્યો છે. 26 ડિસેમ્બરે મેલબોર્નમાં બોક્સીંગ ડે ટેસ્ટમાં અપેક્ષા રાખવામાં આવી હતી કે ડેવિડ વોર્નર (David Warner) મેદાનમાં પાછો ફરશે
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs australia) વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કાંગારુઓને મોટો ઝટકો લાગ્યો છે. 26 ડિસેમ્બરે મેલબોર્નમાં બોક્સીંગ ડે ટેસ્ટમાં અપેક્ષા રાખવામાં આવી હતી કે ડેવિડ વોર્નર (David Warner) મેદાનમાં પાછો ફરશે. જોકે, ડેવિડ વોર્નરની બીજી ટેસ્ટમાંથી બહાર થવાના કારણે ચાહકોને વધુ સમય રાહ જોવી પડશે. આટલું જ નહીં, આ મેચમાંથી ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી સીન એબોટ (Sean Abbott) પણ બહાર થઈ ગયો છે.
આ પણ વાંચો:- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પદના દૂષણનો વિવાદ ઉઠ્યો, પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડના સનસનીખેજ આક્ષેપો
બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા વોર્નર અને એબોટ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)એ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે વોર્નર અને એબોટ ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાશે. સીએએ નિવેદનમાં કહ્યું, એનએસડબલ્યૂ હેલ્થ દ્વારા બનાવવામાં આવેલા વિશિષ્ટ હોટસ્પોર્ટથી બહાર થવા પર 'ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના જૈવ-સરુક્ષિત પ્રોટોકોલ હેઠળ બોક્સીંગ ડે ટેસ્ટ માટે ટીમમાં તેમનો સમાવેશ કરતું નથી.
આ પણ વાંચો:- ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે મંગેતર ધનશ્રી સાથે લીધા સાત ફેરા, જુઓ તસવીરો
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)એ કહ્યું, ડેવિડ વોર્નર ટીમ ઇન્ડિયાની સામે વનડે સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો અને તે હજી સુધી ગંભીર ઇજાથી બહાર આવી શક્યો નથી. એવામાં તે બીજી ટેસ્ટ મેચમાં સામેલ થઈ શકશે નહીં. જ્યારે સીન એબોટ ઓસ્ટ્રેલિયા માટે ભારત એની સામે પ્રેક્ટિસ મેચ દરમિયાન કાફ ઇન્જરીનો શિકાર થયો હતો. તે તેનાથી બહાર આવી ચુક્યો છે. પરંતુ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના સિલેક્શન માટે ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો:- ટીમને પ્રોત્સાહન આપ્યું, ખેલાડીઓનો જુસ્સો વધાર્યો, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાથી ભારત રવાના
વોર્નર વનડે સિરીઝમાં થયો હતો ઇજાગ્રસ્ત
ડેવિડ વોર્નર (David Warner) ટીમ ઇન્ડિયાની સાથે બીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. મેચમાં વોર્નરની ટીમ ઇન્ડિયાની બેટિંગની ચોથી ઓવરમાં ડ્રાઇવ કર્યા બાદ ઉઠવામાં મુશ્કેલી થઈ, ત્યારબાદ તે સિડની ક્રિકેટ મેદાનથી બહાર જતો રહ્યો હતો.
આ પણ વાંચો:- પેટરનિટી લીવને મુદ્દે વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો સ્મિથ, વિરોધીઓને આપ્યો જવાબ
તમને જણાવી દઇએ કે, ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ હવે 0-1થી પાછળ છે. બંને ટીમની વચ્ચે બીજી મેચ 26 ડિસેમ્બર (બોક્સીંગ ડે)થી મેલબર્નમાં રમાશે. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી સિડની અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube