ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે મંગેતર ધનશ્રી સાથે લીધા સાત ફેરા, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે આજે મંગળવારે મંગેતર ધનશ્રી સાથે સાત ફેરા લીધા છે. ક્રિકેટર ચહલ અને ધનશ્રી વર્મા બન્નેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની જાહેરાત કરી છે. થોડા મહિના પહેલા બંન્ને વચ્ચે સંબંધનો ખુલાસો થયો હતો.

Updated By: Dec 22, 2020, 09:47 PM IST
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે મંગેતર ધનશ્રી સાથે લીધા સાત ફેરા, જુઓ તસવીરો
ફોટો સાભાર (યુજવેન્દ્ર ચહલ-ઈન્સ્ટાગ્રામ)

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે આજે મંગળવારે મંગેતર ધનશ્રી સાથે સાત ફેરા લીધા છે. ક્રિકેટર ચહલ અને ધનશ્રી વર્મા બન્નેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની જાહેરાત કરી છે. થોડા મહિના પહેલા બંન્ને વચ્ચે સંબંધનો ખુલાસો થયો હતો અને આ જોડી સોશિયલ મીડિયા પર સૌથી પસંદગીની જોડીમાંથી એક છે. 

આ કપલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના લગ્નના દિવસની તસવીરોની સાથે વૈવાહિક જીવનની શરૂઆતનો ખુલાસો કર્યો છે. યુજવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી બંન્નેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક જ કેપ્શનની સાથે પોતાના લગ્નની જાહેરાત કરી છે. 

આ વર્ષે આઈપીએલ માટે દુબઈ રવાના થતા પહેલા ચહલે ધનશ્રી સાથે સગાઈ કરી હતી. આઈપીએલ દરમિયાન દુબઈ સિવાય અન્ય સ્થળો પર બંન્ને સાથે જોવા મળ્યા હતા. ઓગસ્ટમાં અનુભવી ભારતીય લેગ સ્પિનરે પોતાના સગાઈ સમારોહની તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે સગાઈ કરી અને પોતાના પરિવારની સાથે હા કહી હતી. 

કોરોના વાયરસ મહામારી વચ્ચે યુજવેન્દ્ર ચહલ ઝૂમ વર્કશોપમાં ઇન્સ્ટાગ્રામ આઇકન ધનશ્રી વર્માની સાથે જોવા મળ્યો હતો. ધનશ્રીના ઇન્સ્ટાગ્રામ બાયો અનુસાર, તે ડોક્ટર, કોરિયોગ્રાફર, યૂટ્યૂબર અને ધનશ્રી વર્મા કંપનીની સંસ્થાપક છે અને તેના 25 લાખ ફોલોઅર્સ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર