કેનબરાઃ એક દિવસીય સિરીઝમાં વિકલ્પોની કમીને કારણે મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને મજબૂત ટક્કર આપી શકે છે કારણ કે તેની પાસે વિકલ્પોની ભરમાર છે. વનડે સિરીઝમાં 1-2થી મળેલી હારથી આ 50 ઓવરના ફોર્મેટમાં ભારતની નબળાઈઓ સામે આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20મા પરંતુ ભારતની પાસે ખુબ સંતુલિત ટીમ છે. કોરોના મહામારીથી પહેલા ભારતે પાંચ મેચોની સિરીઝમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું અને તેનું મનોબળ ઉંચુ હશે. વોશિંગટન સુંદર, દીપક ચાહર અને વનડેમાં પર્દાપણની સાથે શાનદાર પ્રદર્શન કરનાર ટી નટરાજન બોલિંગમમાં સંતુલન આપે છે. 


રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે આઈપીએલમાં સુંદરે શાનદાર પ્રદર્શન કર્યુ જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ પારવપ્લે અને વચ્ચેની ઓવરોમાં તેનો ઉપયોગ કર્યો હતો. હાર્દિક પંડ્યા નિયમિત બોલિંગ કરી રહ્યો નથી. તેવામાં રવિન્દ્ર જાડેજાના રૂપમાં વનડે ટીમમાં એકમાત્ર નિષ્ણાંત ઓલરાઉન્ડર હશે. 


IPLમાં અમદાવાદની ટીમ સામેલ થશે કે નહીં? 24 ડિસેમ્બરે  BCCI કરશે નિર્ણય


આઈપીએલની શોધ યોર્કર નિષ્ણાંત નટરાજન શુક્રવારે ટી20 ક્રિકેટમાં પર્દાપણ કરી શકે છે જેણે પ્રથમ વનડેમાં બે વિકેટ ઝડપી પ્રભાવિત કર્યા હતા. માનુકા ઓવલની પિચથી સ્પિનરો અને ફાસ્ટ બોલરોને મદદ મળવાની આશા છે. તેવામાં જોવાનું રહેશે કે જસપ્રીત બુમરાહની સાથે બોલિંગની શરૂઆત કોણ કરશે, મોહમ્મદ શમી કે દીપક ચાહક. વનડેમાં નિષ્ફળ રહેલ યુજવેન્દ્ર ચહલ પણ વાપસીના પ્રયાસમાં હશે. 


બેટિંગમાં કેએલ રાહુલ વનડેમાં પાંચમાં નંબર પર ઉતર્યા બાદ હવે શિખર ધવનની સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ તેણે ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. આશા છે કે તે આઈપીએલનું ફોર્મ અહીં યથાવત રાખશે જેમાં તેણે સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલી વનડેમાં ફોર્મમાં જોવા મળ્યો. શ્રેયસ અય્યર પણ વનડેની નિષ્ફળતા ભૂલી નવી શરૂઆત કરવા ઈચ્છશે. 


ત્રીજી વનડેમાં મળેલી જીતે ભારતીય ટીમ માટે ટોનિંકનું કામ કર્યું છે બાકી સિરીઝમાં ક્લિન સ્વીપ થવાથી મનોબળ તૂટી જાત. બીજીતરફ વનડે સિરીઝ જીતીને ઓસ્ટ્રેલિયાનો આત્મવિશ્વાસ આસમાને છે. સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર ઈજાને કારણે બહાર છે. હવે તે જોવાનું રહેશે કે કેપ્ટન આરોન ફિન્ચની સાથે માર્નસ લાબુશાને ઉતરે છે કે બીજુ કોઈ. માર્કસ સ્ટોયનિસ પણ ઈનિંગની શરૂઆત કરી શકે છે પરંતુ વનડેમાં તેને ઈજા થઈ હતી અને તેનું રમવાનું શંકાસ્પદ છે. બોલિંગમાં મિશેલ સ્ટાર્ક ત્રીજી વનડેમાં બહાર રહ્યા બાદ વાપસી કરી શકે છે જ્યારે પેટ કમિન્સને આરામ આપવામાં આવ્યો છે. 


ફુટબોલઃ રોનાલ્ડોએ કર્યો કરિયરનો 750મો ગોલ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ  


ટીમઃ ભારત- વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, ટી નટરાજન. 


ઓસ્ટ્રેલિયાઃ આરોન ફિન્ચ, સીન એબોટ, એશ્ટોન અગર, એલેક્સ કેરી, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, મોઇઝેસ હેનરિક્સ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોયનિસ, મેથ્યૂ વેડ, ડાર્સી શોર્ટ, એડમ ઝમ્પા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર