ફુટબોલઃ રોનાલ્ડોએ કર્યો કરિયરનો 750મો ગોલ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ


ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના કરિયરનો 750મો ગોલ કર્યો છે. તેણે ઇટાલીની યુવેન્ટ્સ ક્લબ તરફથી ચેમ્પિયન્સ લીગમાં ડાયનામો કીવ વિરુદ્ધ આ ગોલ કર્યો હતો. 

ફુટબોલઃ રોનાલ્ડોએ કર્યો કરિયરનો 750મો ગોલ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

તુરીનઃ સ્ટાર ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના કરિયરના 750મા ગોલની મદદથી ઇટાલીની ક્લબ યુવેન્ટ્સે ચેમ્પિયન્સ લીગમાં ડાયનામો કીવને 3-0થી હરાવી દીધી. એલિયાંજ સ્ટેડિયમમાં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં યુવેન્ટ્સ માટે પ્રથમ ગોલ પ્રથમ હાફમાં ફેડેરિકો ચિએસાએ કર્યો. ત્યારબાદ રોનાલ્ડો અને મોરાટાએ ગોલ કર્યા હતા. 

રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યુ, '750 ગોલ, 750 ખુશીની ક્ષણ, પ્રશંસકોના ચહેરા પર 750 હાસ્ય. બધા ખેલાડીઓ અને કોચોનો મને અહીં સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે આભાર. મારા બધા વિપક્ષીઓનો આભાર જેણે મને આકરી મહેનત કરવા માટે પ્રેરિત કર્યો. હવે મંજિલ 800.'

35 વર્ષના રોનાલ્ડોએ સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ માટે 450, ઈંગ્લેન્ડ ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ માટે 118, પોતાના દેશ પોર્ટુગલ માટે 102 અને 75 ગોલ યુવેન્ટ્સ અને પાંચ ગોલ સ્પોટિંર્ગ માટે કર્યા છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news