નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ જીત્યા પછી ટીમ ઇન્ડિયા સહિત ક્રિકેટપ્રેમીઓની નજર આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) પર મંડાયેલી છે. આ વર્લ્ડ કપ 30મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થવાનો છે. આ પહેલાં ભારત એક ટેસ્ટ મેચ અને કમસે કમ 13 વનડે મેચ રમવામાં આવશે. આમાં સૌથી ખાસ મેચ ફેબ્રુઆરીના અંતમાં રમાવાની છે. જોકે હાલમાં બીસીસીઆઇએ પોતાના કાર્યક્રમમાં બદલાવની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત આ વર્ષે વિશ્વકપ શરૂ થથા પહેલાં ત્રણ દેશો વિરૂદ્ધ ઓછામાં ઓછી 13 વનડે મેચ રમશે. પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રેલિયામાં જ ત્રણ વનડે મેચની સિરીઝ રમવામાં આવશે. આ પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જશે. અહીં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચ સિરીઝ રમવામાં આવશે. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસ પર આવશે. અહીં બંને ટીમો વચ્ચે 5 વનડે મેચ રમવામાં આવશે. હાલમાં આ કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે. 


ઓસ્ટ્રેલિયાની ભારત મુલાકાતનું અપડેટેડ શેડ્યુલ


  • 24 જાન્યુઆરી-પહેલી ટી 20 (બેંગ્લુરુ)     

  • 27 ફેબ્રુઆરી - બીજી ટી 20 (વિશાખાપટ્ટનમ)

  • 2 માર્ચ - પહેલી વનડે (હૈદરાબાદ)

  • 5 માર્ચ - બીજી વનડે (નાગપુર)

  • 8 માર્ચ - ત્રીજી વનડે (રાંચી)    

  • 10 માર્ચ - ચોથી વનડે (મોહાલી)

  • 13 માર્ચ - પાંચમી વનડે (નવી દિલ્હી)


INDvsAUS: ઓસ્ટ્રેલિયાને સિડની વન-ડે પહેલાં લાગ્યો ઝટકો, આ ખેલાડી થયો ટીમમાંથી બહાર


બીસીસીઆઇએ આપેલી માહિતી પ્રમાણે ટી20 રમત સાંજે સાત વાગ્યે રમવામાં આવશે જ્યારે વનડે મેચ બપોરે એક વાગ્યે રમવામાં આવશે. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...