સિડનીઃ ભારતીય ક્રિકેટ ટીમે 72 વર્ષના લાંબા ઇંતજારને પૂરો કરતા ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતીને સોમવારે પોતાના ક્રિકેટ ઈતિહાસમાં સ્વર્ણિમ અધ્યાયને જોડ્યો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ખરાબ હવામાન અને વરસાદને કારણે ડ્રો રહી અને આ રીતે ભારત 2-1થી સિરીઝ પોતાના નામે કરવામાં સફળ રહ્યું હતું. આ સાથે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ પોતાની પાસે યથાવત રાખી છે. ભારતે 2017મા ઘરઆંગણે સિરીઝ 2-1થી જીતીને આ ટ્રોફી જીતી હતી. 


ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની સેનાને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડાન્સ કરાવ્યો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર વેબસાઇટ cricket.com.au એ ટીમ ઈન્ડિયાની જીત બાદ તેનો વીડિયો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારતને સ્વતંત્રતા મળ્યાના થોડા દિવસ બાદ પ્રથમવાર 1947/48મા લાલા અમરનાથની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે તેનો સામનો સર ડોન બ્રેડમેનની અજેય ઓસ્ટ્રેલિયન ટીમ સામે હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતનો ટેસ્ટ સિરીઝ જીતવાનો ઇંતજાર વિરાટની ટીમે પૂરો કરી દીધો છે. 


INDvsAUS: ભારતના ઐતિહાસિક શ્રેણી વિજયમાં બનેલા આંકડા અને તમામ રેકોર્ડ પર નજર