એડીલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની સિરીઝનો પ્રથમ ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડીલેડમાં રમાશે. ભારત આ  મેદાન પર પ્રથમવાર 1948મા રમ્યું હતું. ત્યારથી અત્યાર સુધી અહીં 11 ટેસ્ટ રમી છે, જેમાં સાતમાં ભારતનો  પરાજય થયો છે. ભારતીય ટીમને અહીં એતમાત્ર જીત ડિસેમ્બર 2003મા મળી હતી. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને  ચાર વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ભારતે અહીં ત્રણ ટેસ્ટ રમી, જેમાં બેમાં હાર થઈ અને એક મેચ ડ્રો રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનો અહીં છેલ્લી બે ટેસ્ટમાં પરાજય
બંન્ને ટીમો વચ્ચે અહીં છેલ્લી પાંચ ટેસ્ટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ત્રણ અને ભારતે એક મેચ જીતી છે. એક  ટેસ્ટ ડ્રો રહી છે. ડિસેમ્બર 1999મા ઓસ્ટ્રેલિયાએ 285 રન અને 2003મા ભારતે ચાર વિકેટથી જીત મેળવી હતી.  જાન્યુઆરી 2008મા બંન્ને ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટ ડ્રો રહી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ જાન્યુઆરી 2012 અને  ડિસેમ્બર 2014મા ક્રમશઃ 298 અને 48 રનથી ભારતને હરાવ્યું હતું. 


ભારતે અહીં એકવાર ઈનિંગના અંતરથી મેચ ગુમાવી
આ મેદાન પર ટેસ્ટમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ સૌથી મોટી જીત જાન્યુઆરી 1948મા હાસિલ કરી હતી. ત્યારે  ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને ઈનિંગ અને 16 રને પરાજય આપ્યો હતો. ત્યારબાદથી ભારત એડીલેડમાં ક્યારેય  ઈનિંગથી હાર્યું નથી. 1948ના ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની આગેવાની ડોન બ્રેડમેન, જ્યારે ભારતનું નેતૃત્વ લાલા  અમરનાથે કર્યું હતું. 

INDvsAUS: દેશ માટે વિજય મેળવવા જેટલું જ મહત્વનું છે, દેશ માટે સન્માન મેળવવુઃ ટિમ પેન
 
70 વર્ષ પહેલા વિજય હજારેએ બંન્ને ઈનિંગમાં ફટકારી હતી સદી
તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરતા સિડ બર્નેસ, લિંડસે હૈસ્સેટની સદી અને બ્રેડમેનની  બેવડી સદીની મદદથી 674 રન બનાવ્યા હતા. ભારતે વિજય હજારે અને દત્તૂ ફડકરની સદીની મદદથી 381 રન  બનાવ્યા પરંતુ તે ફોલોઓન ન બનાવી શક્યું. બીજી ઈનિંગમાં વિજય હજારેએ ફરી 145 રન ફટકાર્યા પરંતુ  ભારતની હાર ટાળી ન શક્યા હતા. 


એડીલેડમાં ઓસ્ટ્રેલિયાનો સક્સેસ રેટ 70%
એડીલેડમાં ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી 76 ટેસ્ટ રમી છે. તેમાંથી 40 જીતી, જ્યારે 17મા હારનો સામનો કરવો  પડ્યો છે. 19 મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયા છેલ્લા આઠ વર્ષથી અહીં અજેય છે. અહીં તેને છેલ્લે 2010મા ઈંગ્લેન્ડે  હરાવ્યું હતું. આ મેચ ઈંગ્લેન્ડે ઈનિંગ અને 71 રનથી જીત્યો હતો. આ ઓસ્ટ્રેલિયાની એડીલેડમાં બીજી સૌથી મોટી  હાર હતી. આ પહેલા ઈંગ્લેન્ડે 1892મા તેને ઈનિંગ અને 230 રનથી હરાવ્યું હતું. 2010 બાદ ઓસ્ટ્રેલિયાએ અહીં  સાત ટેસ્ટ રમી છે, જેમાં છ જીત અને એક મેચ ડ્રો રહ્યો છે. 


ઓસ્ટ્રેલિયાએ એડીલેડમાં છેલ્લી પાંચ ટેસ્ટ જીતી
આ મેદાન પર છેલ્લા પાંચ ટેસ્ટની વાત કરીએ તો તમામમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. તેણે ડિસેમ્બર  2013મા ઈંગ્લેન્ડને 281 રન, ડિસેમ્બર 2014મા ભારતને 48 રન, નવેમ્બર 2015મા ન્યૂઝીલેન્ડને ત્રણ વિકેટ,  નવેમ્બર 2016મા દક્ષિણ આફ્રિકાને સાત વિકેટ અને ડિસેમ્બર 2017મા ઈંગ્લેન્ડને 120 રને હરાવ્યું હતું. 


INDIA vs AUSTRALIA: પ્રથમ ટેસ્ટ પહેલા કેપ્ટન કોહલીએ બોલરોને આપ્યો ખાસ સંદેશ

દ્રવિડને પાછળ છોડી શકે છે કોહલી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અહીં બે ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી 394 રન બનાવ્યા છે. અહીં તેની  એવરેજ 98.50ની છે. વિરાટ એડીલેડમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન છે. પ્રથમ સ્થાને  રાહુલ દ્રવિડ છે. તેણે ચાર ટેસ્ટમાં એક સદીની મદદથી 401 રને બનાવ્યા છે. એડીલેડમાં સૌથી વધુ એવરેજથી  રન બનાવનાર ભારતીય બેટ્સમેન વિજય હજારે છે. તેમણે અહીં એક ટેસ્ટ રમી, જેમાં 130.50ની એવરેજથી 261  રન બનાવ્યા છે. 


ખેલાડી           મેચ             રન             એવરેજ
રાહુલ દ્રવિડ    4    401    66.83
વિરાટ કોહલી    2    394    98.50
વીરેન્દ્ર સહેવાગ    3    388    64.66
લક્ષ્મણ    4    337    42.12
તેંડુલકર    5    326    32.60

ઓસ્ટ્રેલિયામાં 1000 રનથી 8 રન દૂર વિરાટ
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરવાથી 8 રન દૂર છે. ભારતીય બેટ્સમેનોમાં અત્યાર  સુધી રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંડુલકર જ ઓસ્ટ્રેલિયામાં એક હજાર કે તેથી વધુ રન બનાવી  શક્યા છે. આ યાદીમાં સચિન 1809 રનની સાથે સૌથી આગળ છે. લક્ષ્મણના નામે 1236 અને દ્રવિડના નામે  1143 રન છે. વિરાટના ઓસ્ટ્રેલિયામાં આઠ ટેસ્ટમાં 992 રન છે. 



IND vs AUS: ઓસ્ટ્રેલિયામાં આવું રહ્યું છે ભારતનું 'ટેસ્ટ રિપોર્ટ કાર્ડ'

ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા,   હનુમા વિહારી, રિષભ પંત, આર. અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ. 


ઓસ્ટ્રેલિયન ટીમ (અંતિમ ઇલેવન): 
માર્કસ હૈરિસ, એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડસ્કોમ્બ, ટ્રેવિસ હેડ,  ટિમ પેન (કેપ્ટન), પેટ  કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.