નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા ભલે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ હારી ચૂકી છે પરંતુ કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યા છે. આજે કેનબરામાં મનુકા ઓવલમાં તેમણે ફરીથી એકવાર નવો મુકામ હાંસલ કર્યો. 12 રનના વ્યક્તિગત સ્કોર પર પહોંચતા જ વનડે કરિયરમાં 12 હજાર રન પૂરા કર્યા. આ સાથે જ વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરનો 50 ઓવરના વનડે ફોર્મેટમાં સૌથી ઝડપી 12000 રનનો રેકોર્ડ તોડી નાખ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવનારા વનડે ઈતિહાસના છઠ્ઠા બેટ્સમેન બની ગયા છે. 50 ઓવરની ક્રિકેટ ગેમમાં સૌથી વધુ રન માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરના નામે છે. સચિને 463 વનડેમાં 18426 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કુમાર સાંગાકારા (14234), રિકી પોન્ટિંગ (13704), સનથ જયસૂર્યા (13430), મહિલા જયવર્ધને (12650) પણ આ યાદીમાં સામેલ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube