નવી દિલ્હી : આજે એશિયા કપની ફાઇનલ (Asia Cup Final) ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે યોજાવા જઇ રહી છે. જો ભારત આ મેચ જીતશે તો આ તેનું સાતમું ટાઇટલ હશે. બીજી તરફ બાંગ્લાદેશ પોતાની પહેલી મેચ જીતવા ઇચ્છશે. ભારત સમગ્ર ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી, જ્યારે બાંગ્લાદેશે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સાંજે યોજાનાર આ રસાકસીના જંગ (India Vs Bangladesh) માં ભારત માટે જીત એટલી સરળ નહી હોય. બાંગ્લાદેશ ઘણી વખત છેલ્લી ઘડીએ ચોંકાવનારી આક્રમક રમત દેખાડીને જીતી ચુક્યું છે. 

બાંગ્લાદેશ ટીમની પાસે મુશ્ફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, લિટન દાસ અને મહમુદૂલ્લાહ જેવા બેટ્સમેન છે, જે ટીમને મજબુત સ્કોર સુધી પહોંચાડી શકે છે. બીજી તરફ નિચલા ક્રમમાં ટીમને મશરફે મર્તુજા પાસે આક્રમક બેટિંગની પણ આશા રહેશે. બોલિંગમાંમુતાફિજુર ભારતીય બેટ્સમેનોને હલબલાવી શકે છે. નજર નાખીએ બાંગ્લાદેશના તે 4 મહત્વના ખેલાડીઓ પર, જે એશિયા કપની ફાઇનલમાં ભારતની મુશ્કેલીઓ વધારી શકે છે. 

1. મુશ્ફિકુર રહીમ : મુશ્ફિકુર રહીમ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. સૌથી પહેલા શ્રીલંકાની વિરુદ્ધ 144 રનની મોટી ઇનિંગ અને ત્યાર બાદ પાકિસ્તાન વિરુદ્ધ 99 રનની ઇનિંગ સાથે રહીમે ઘણી વખત ટીમને સંકટમાંથી ઉગાર્યું છે. રહીમની પાસે અનુભવ છે, સાથે જ તે ઝડપથી રમી પણ શકે છે. 

2. મોહમ્મદ મિથુન : યુવા બેટ્સમેન મોહમ્મદ મિથુને પાકિસ્તાન વિરુદ્ધ પ્રેશરમાં પણ 60 રનની આક્રમક રમત રમી હતી. તેની આ રમત પરથી સાબિત થાય છે કે તે ગમે તેટલા પ્રેશરમાં પણ સ્થિર થઇને રમી શકે છે. આ અગાઉ પણ તે શ્રીલંકા વિરુદ્ધ અડધી સદી ફટકારી ચુક્યો છે. ભારતને જો બાંગ્લાદેશ સામે જીત મેળવવી હોય તો મિથુનની વિકેટ શક્ય તેટલી ઝડપી ઉડાવવી પડશે. 

3. મશરફે મુર્તજા : વિરોધી ટીમના કેપ્ટન મુર્તજા બેટ્સમેન અને બોલર બંન્ને કરવામાં માહેર છે. મુર્તજા નિચલા ક્રમમાં આવીને ફાસ બોલિંગ પણ કરી શકે છે. ઉપરાંત નિચલા ક્રમમાં આવીને ભારતીય બોલરોને ચિંતામા પણ નાખી શકે છે. સાથે જ મુર્તજાનો જોશ પણ ટીમને આગળ વધારવા માટે ઘણો મહત્વનો છે. 

4. મુસ્તાફિજુર રહેમાન: રહેમાનનું નામ ભારતીય ક્રિકેટ ફેંસ માટે નવું નથી. ઘણી વખત તે ભારતીય બેટ્સમેનોના પરસેવા છોડાવી ચુક્યો છે. આ એશિયા કપમાં પણ રહેમાન 8 વિકેટો ઝડપી ચુક્યો છે. આ એશિયા કપમાં પણ રહેમાન 8 વિકેટ ઝડપી ચુક્યો છે. પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં તેણે 4 વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર તોડી હતી. 

ભારતના ટોપ બેટ્સમેન પર જ દોરોમદાર
ભારતની ચિંતા એટલી જ નથી. ભારતની સફળતા ટોપના બેટ્સમેનો પર જ નિર્ભર રહે છે. હાલની ટુર્નામેન્ટમાં ભારતનાં 80 ટકા રન પહેલા, બીજી અને ત્રીજા ક્રમના બેટ્સમેનો જ બનાવે છે અને ટાર્ગેટ પુર્ણ કરે છે. એટલે કે બાંગ્લાદેશ શરૂઆતી આક્રમકતા ટીમને નિરાશ કરી શકે છે. 

ટીમ
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, અંબાતી રાયડૂ, મનીષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, દીપક ચહર, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવીંદ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, સિદ્ધાર્થ કૌલ અને ખલીલ અહેમદ
બાંગ્લાદેશ : શરફે મુર્તજા (કેપ્ટન), લિટન દાસ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મોહમ્મદ મિથુન, મોસાદિક હુસૈન, મેહદી હસન, રુબૈલ હુસૈન, મુસ્તાફિજુર રહેમાન, અબુ હૈદર, આરિફ હક, મોમિનુલ હક, નઝમુલ હુસૈન શંટો, નઝમુલ ઇસ્લામ