IND vs BAN: શું બાંગ્લાદેશ ક્યારેય ભારત સામે ટેસ્ટમાં જીત્યું છે? જાણો હેડ ટુ હેડ આંકડા અને કેવો છે રેકોર્ડ
IND vs BAN Test Series 2024: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે પહેલા જાણો શું ક્યારેય ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું છે?
IND vs BAN Test Head To Head Record: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. આ બંને એક-બીજાના પાડોશી દેશ છે અને આ પહેલા ઘણી ટેસ્ટ સિરીઝમાં આમને-સામને આવી ચૂક્યા છે. આગામી ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો બંને દેશોએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ખુબ સારી સિરીઝ રહેશે, પરંતુ તે પહેલા આવો ભારત-બાંગ્લાદેશનજા હેડ-ટૂ-હેડ રેકોર્ડ વિશે જાણીએ.
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશઃ ટેસ્ટમાં હેડ-ટૂ-હેડ રેકોર્ડ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી કુલ 8 ટેસ્ટ સિરીઝ રમાઈ છે, જેમાંથી એક સિરીઝને છોડી દર વખતે ભારતીય ટીમ જીતી છે. તો એક સિરીઝ ડ્રો રહી હતી. એટલે કે બાંગ્લાદેશ ભારત વિરુદ્ધ કોઈ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. સિરીઝ તો નથી જીતી પરંતુ શું ક્યારેય ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. આજ સુધી રમાયેલી આઠ સિરીઝમાં ક્યારેય બાંગ્લાદેશ ટીમ ભારત સામે ટેસ્ટ મેચ જીતી શકી નથી.
આ પણ વાંચોઃ વન ડેમાં 10 ઓવરમાં 3 રન અને 4 વિકેટ, આ બોલરે અશક્યને શક્ય કરી દેખાડ્યું છે
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 13 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં 11 વખત ભારતનો વિજય થયો જ્યારે બે મેચ ડ્રો રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે ચેન્નઈમાં રમાશે. તો બીજો મુકાબલો કાનપુરમાં રમાવાનો છે. આ સિવાય બંને ટીમો વચ્ચે 3 મેચની ટી20 સિરીઝ પણ રમાવાની છે. આ મેચનું આયોજન ગ્વાલિયર, દિલ્હી અને હૈદરાબાદમાં થશે.
બંનેની છેલ્લી ટેસ્ટ ટક્કરમાં શું થયું?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી ટેસ્ટ સિરીઝ વર્ષ 2022માં રમાઈ હતી. તે સમયે પ્રથમ મેચમાં ભારતે 188 રને જીત મેળવી હતી, તો બીજી રોમાંચક મેચમાં ભારતનો 3 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં પુજારા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.