IndvsBan: આજે દિલ્હીમાં રમાશે ઐતિહાસિક મુકાબલો, 1000મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઉતરશે બંન્ને ટીમો
સૌથી વધુ ટી20 મુકાબલા રમવાના મામલામાં પાકિસ્તાન સૌથી આગળ છે. ઓસ્ટ્રેલિયામાં ટી20 સિરીઝ રમી રહેલી પાકિસ્તાને 147 ટી20 મેચ રમી છે.
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સાંજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ પર ટી20 સિરીઝનો પ્રથમ મુકાબલો રમાવાનો છે. આ ટી20 મુકાબલો ઐતિહાસિક થવાનો છે. આ મેચમાં ઉતરતા ભારત અને બાંગ્લાદેશની ટીમે ઈતિહાસના પાનામાં નોંધાઈ જશે. આ મુકાબલો બંન્ને ટીમો માટે ટી20 ઈતિહાસનો એક મહત્વનો મુકાબલો હશે.
આજે સાંજે ભારત અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝનો પ્રારંભ થવાનો છે. બંન્ને ટીમો વચ્ચે રમાનારો આ મુકાબલો ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસનો 1000મો મુકાબલો હશે. ભારતીય ટીમ આ મેચની યજમાની કરતા પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવી લેશે.
1000મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ
ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટે 14 વર્ષની સફર પૂરી કરી લીધી છે. ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલે વર્ષ 2005મા પ્રથમ ટી20 મેચનું આયોજન કર્યું હતું. પ્રથમ ટી20 મેચ ફેબ્રુઆરી 2005ના ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ 1000મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ હશે.
બાંગ્લાદેશને ભારત પર પ્રથમ ટી20 જીતનો ઇંતજાર
દિલ્હીમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી20 મેચ બંન્ને દેશો વચ્ચે 9મી મેચ હશે. ટીમ ઈન્ડિયાએ તમામ મેચમાં જીત હાસિલ કરી છે. બાંગ્લાદેશની ટીમ ભારતને આ ફોર્મેટમાં ક્યારેય હરાવી શકી નથી.
IND vs BAN T20: 8 રન બનાવતા વિરાટ કોહલીથી આ મામલે આગળ નિકળી જશે રોહિત
પાકિસ્તાનના નામે સૌથી વધુ ટી20 મુકાબલા
સૌથી વધુ ટી20 મુકાબલા રમવાના મામલામાં પાકિસ્તાન સૌથી આગળ છે. ઓસ્ટ્રેલિયામાં ટી20 સિરીઝ રમી રહેલી પાકિસ્તાને 147 ટી20 મેચ રમી છે. શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની ટીમે અત્યાર સુધી 123-123 ટી20 મેચ રમી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ 120-120 ટી20 મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન વિરુદ્ધ 120મા ટી20 મુકાબલામાં રવિવારે સવારે ઉતરી હતી ભારત પોતાના 121મા ટી20 મુકાબલામાં રવિવારે બાંગ્લાદેશ વિરુદ્ઘ ઉતરશે.