બ્રિસ્ટલ : ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં રોહિત શર્માની ત્રીજી ટી-20 ઇન્ટરનેશનલ સદીના પગલે બ્રિસ્ટલમાં રમાયેલી ત્રણ મેચોની ટી-20 શ્રેણીના અંતિમ અને નિર્ણાય મેચમાં 7 વિકેટથી વિજય મેળવ્યો હતો, સાથે સાથે શ્રેણી પણ કબ્જે કરી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા અને ભારતની સામે સીરીઝ તથા મેચ જીતવા માટે 199 રનનું લક્ષ્યાંક મુક્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાબમાં ઉતરેલી ભારતીય ટીમે 18.4 ઓવરમાં 3 વિકેટના નુકસાને 201 રન બનાવી દીધા અને આ મેચની સાથે સાથે સીરીઝ પર જીતી લીધી હતી. રોહિતે 56 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા હતા. જેમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેસ થાય છે. રોહિતની ટી 20 ઇન્ટરનેશન ક્રિકેટમાં ત્રીજી સદી છે. કેપ્ટન વિરાટ કોહલી 43, લોકેશ રાહુલે 19 અને હાર્દિક પંડ્યાએ 14 અણનમ 33 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે ડેવિડ વિલિ, જૈક બાલ અને ક્રિસ જોર્ડને એક-એક વિકેટ ઝડપી હતી. 

રોહિતે અણનમ રીતે એક છેડો મજબુત પકડી રાખ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી, સાથે ત્રીજી વિકેટે 89 રનની ભાગીદારી કરી હતી. પંડ્યાએ 14 બોલમાં અણનમ 33 રનની તોફાની બેટિંગ કરી હતી. રોહિતે તોફાની બેટિંગ કરી હતી. ડેવિડ વિલી પર છગ્ગા સાથે ખાતુ ખોલનાર આ બેટ્સમેને જોર્ડનના બોલ પર સતત બે છગ્ગા ફટકાર્યા. તેના પ્રયાસથી ભારત બે વિકેટ ગુમાવવા છતા 70 રન બનાવવામાં સફળ રહ્યું હતું. 

રોહિત સદી ફટકારવાની સાથે સાથે ટી 20 ફોર્મેટમાં 2 હજાર રન પુરા કરનાર ભારતનો બીજો અને વિશ્વનો પાંચો બેટ્સમેન બની ગયો છે. તેણે 19મી ઓવરમાં પોતાની કેરિયરની ત્રીજી સદી પુરી કરી જ્યારે પંડ્યાએ જોર્ડનની આ ઓવરમાં વિજયી છગ્ગો ફટકાર્યો હતો. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 2 વિકેટે 100 રન હતો. ત્યાર બાદ ઓવરમાં રોહિતનું લિયામ પ્લંકેટ પર પુલ શોટ ફટકારેલો છગ્ગો દર્શનીય હતો.