IND vs ENG: આ દિગ્ગજનું કરિયર ખતમ? છેલ્લીવાર તોડી દીધો કેપ્ટન કોહલીનો વિશ્વાસ!
IND vs ENG: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ફરી ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે અડદી સદી ફટકારી હતી.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો ઓવલના મેદાન પર ગુરૂવારથી શરૂ થઈ ગયો છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને છોડીને ટીમ ઈન્ડિયાના બધા બેટ્સમેનો ફ્લોપ રહ્યા. પરંતુ એવા ખેલાડીઓને કોહલીએ આ ટેસ્ટ મેચમાં તક આપી જેણે એકવાર ફરી બધાને નિરાશ કર્યા છે.
ફરી ફ્લોપ રહ્યા આ બેટ્સમેન
ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે સિરીઝમાં ફરી ફ્લોપ રહ્યો છે. રહાણે જે રીતે રમી રહ્યો છે તે જોતા ફેન્સ પણ ચોકી ગયા છે. વિરાટે સતત ચોથી ટેસ્ટમાં તેને તક આપી. રહાણે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને તેણે માત્ર એક અડધી સદી ફટકારી છે. તો સાથે રહાણેની આઉટ થવાની રીત પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો તેને બહાર કરી દેવાની માંગ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Tokyo Paralympics: મહિલા શૂટર અવનીએ ઈતિહાસ રચ્યો, 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
અજિંક્ય રહાણે સતત ફ્લોપ રહ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં પણ તે મોટી ઈનિંગ રમી શક્યો નહીં. ચોથી ટેસ્ટ પહેલા ફેન્સને આશા હતી કે વિરાટ કોહલી રહાણેને બહાર કરી દેશે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવશે. પરંતુ ટીમે ચોથી ટેસ્ટમાં પણ રહાણેને રમાડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રહાણેએ પોતાની બેટિંગથી ફેન્સને ફરી નિરાશ કર્યા છે.
અન્ય બેટ્સમેનો પણ ફ્લોપ
ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 191 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીએ ભારત તરફથી અડધી સદી ફટકારી હતી. આ સિવાય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે મહત્વપૂર્ણ 57 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય તમામ બેટ્સમેન ફરી ફ્લોપ રહ્યા હતા.
1-1થી બરોબરી પર સિરીઝ
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સિરીઝ આ સમયે 1-1થી બરોબર છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે ડ્રો રહી હતી. ત્યારબાદ લોર્ડ્સ ટેસ્ટમાં ભારતે જીત મેળવી હતી. તો લીડ્સમાં ઈંગ્લેન્ડે પલટવાર કરતા ભારતને ઈનિંગ અને 76 રનથી પરાજય આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube