Tokyo Paralympics: મહિલા શૂટર અવનીએ ઈતિહાસ રચ્યો, 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારતની મહિલા શૂટર અવનીએ ઈતિહાસ રચી દીધો છે. તેણે પેરાલિમ્પિકમાં પોતાનો બીજો મેડલ જીત્યો છે.
Trending Photos
ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિકમાંથી ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે. ભારતની મહિલા શૂટર અવની લેખારાએ મહિલા 50 મીટર રાઇફલ P3 SH1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે અવની એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. મહત્વનું છે કે અવનીએ 10 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પોતાની પ્રથમ પેરાલિમ્પિક રમી રહેલી 19 વર્ષની અવનીએ ઈતિહાસ રચી દીધો છે.
અવનીનો પેરાલિમ્પિકમાં બીજો મેડલ
ભારતની મહિલા શૂટર અવની લેખારા આ પહેલા 10 મીટરની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ હવે અવનીએ 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં 445.9 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. અવનીએ 19 વર્ષની ઉંમરે ઈતિહાસ રચી દીધો છે.
આજના દિવસે ભારતને મળ્યો બીજો મેડલ
પેરાલિમ્પિકમાં આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. આ પહેલા પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં એશિયન રેકોર્ડ બનાવવાની સાથે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતનું ટોક્યો પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ભારતને અત્યાર સુધી કુલ 12 મેડલ મળ્યા છે. જેમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સાથે ભારતે પેરાલિમ્પિકના ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે