IND vs ENG: ટીમ ઈન્ડિયાની મોટી મુસીબત ટળી, વિરાટનો સૌથી મોટો દુશ્મન ચોથી ટેસ્ટમાંથી થયો બહાર!
ભારતીય ટીમ માટે એક મોટા ખુશખબર આવ્યા છે.
નવી દિલ્હી: લીડ્સ ટેસ્ટમાં મેજબાન ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને એક ઈનિંગ અને 76 રનથી સજ્જડ હારનો સામનો કરાવ્યો. આ મેચ બાદ હવે 5 મેચોની ટેસ્ટ સિરીઝ 1-1ની બરાબરી પર છે. હવે બંને ટીમોની નજર આ સિરીઝની ચોથી મેચ જીતીને લીડ મેળવવા પર છે. આ બધા વચ્ચે ભારતીય ટીમ માટે એક મોટા ખુશખબર આવ્યા છે.
ચોથી ટેસ્ટમાં બહાર થશે વિરાટનો દુશ્મન
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન વચ્ચે ચોથી ટેસ્ટમાં ભીડંત જોવા મળશે તેની કોઈ ગેરંટી નથી. કારણ કે મેજબાન ટીમ એન્ડરસનને આગામી મેચમાં આરામ આપી શકે છે. ઈંગ્લેન્ડના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે પોતે એ વાત સ્પષ્ટ કરી છે કે હાલની સિરીઝને જોતા તેઓ આગામી મેચમાં એન્ડરસનને આરામ આપી શકે છે. ત્રણ સપ્તાહ દરમિયાન ત્રણ ટેસ્ટ મેચ થવાથી બંને ટીમોએ બોલર્સને રોટેટ કરવા માટે મજબૂર થવું પડે છે. ભારતે આ અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે જ્યારે ઈંગ્લેન્ડ પણ તે રસ્તે ચાલી શકે છે.
કોચે આપ્યા સંકેત
ઈંગ્લેન્ડના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે એન્ડરસન અને ઓલી રોબિન્સનના વર્કલોડ પર કહ્યું કે હું તેમને બ્રેક આપવા નથી માંગતો, અમારી સામે ઘણું ક્રિકેટ પડ્યું છે. ટેસ્ટ હવે તેજ થઈ રહ્યા છે અને સતત થવાના કારણે મુશ્કેલી પડી રહી છે. આ ખેલાડીઓ પોતાનું બધુ જ આપી રહ્યા છે. દરરોજ જ્યારે અમે મેદાનથી બહાર આવીએ છીએ તો અમે વિચારીએ છીએ કે તેમના માટે ઘણું બધુ કરીએ. પરંતુ હાલ હું કોઈ નિર્ણય લઈ શકતો નથી.
દરેક મેચ રમવા માંગે છે એન્ડરસન
એન્ડરસને જો કે સ્પષ્ટ કર્યું હતું કે તે ટેસ્ટ સિરીઝની બધી મેચ રમવા માંગે છે. પરંતુ વર્કલોડ મેનેજમેન્ટને જોતા ઈંગ્લેન્ડ એન્ડરસનને આરામ આપશે. સિલ્વરવુડે એ વાતનો સ્વીકાર કર્યો કે એન્ડરસનને ચોથી ટેસ્ટમાંથી બહાર રાખવા માટે મનાવવો મુશ્કેલ થશે. જો કે ઈંગ્લિશ ટીમના કોચ રોટેશન પોલીસીમાં ભરોસો ધરાવે છે એટલે એન્ડરસનનું બહાર થવું લગભગ નક્કી છે.
'ટીમ ઈન્ડિયા માટે બોજ છે આ ખેલાડી, ટીમમાંથી બહાર કરી દેવો જોઈએ' જાણો કોણે કયા ખેલાડી માટે કહ્યું?
કોહલીને રાહત મળશે
જો આગામી મેચમાં ઈંગ્લેન્ડની ટીમ એન્ડરસનને બહાર કરશે તો તે ભારત માટે મોટા ખુશખબર હશે. વાત જાણે એમ છે કે એન્ડરસન હાલના સમયનો સૌથી સારો ફાસ્ટ બોલર છે. તેણે અત્યારે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય બેટ્સમેનોના નાકમાં દમ લાવી દીધો છે. એન્ડરસન આ સમગ્ર સિરીઝમાં એકવાર 5 વિકેટ પણ લઈ ચૂક્યો છે. આ ઉપરાંત તેણે સૌથી વધુ પરેશાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube