અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડની (India vs England) વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની છેલ્લી અને ફાઇનલ મેચ આજે એટલે શનિવાર સાંજે 7 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 સિરીઝમાં હાલ બંને ટીમો 2-2 ની બરાબર પર છે. ટીમ ઇન્ડિયા માટે સારા એક સમાચાર છે કે, 'યોર્કર મેન' ટી. નટરાજન છેલ્લી ટી-20 રમવા માટે ફિટ થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નટરાજન સંપૂર્ણ રીતે ફિટ
ઓસ્ટ્રેલિયામાં ત્રણ ફોર્મેટ્સમાં ડ્રીમ ડેબ્યૂ કરનાર 29 વર્ષીય ટી. નટરાજન ખભા અને ઘુંટણની ઈજાના કારણે ઇંગ્લેન્ડની (England) સામે ટી-20 સિરીઝની શરૂઆતી 4 મેચમાં રમી શક્યો ન હતો, પરંતુ સીરીઝના નિર્ણાયક ટી-20 મેચ માટે તે સંપૂર્ણ ફીટ છે અને ઇંગ્લેન્ડની ઉંઘ ઉડાવવા માટે તૈયાર છે. ટી. નટરાજનના રમવાથી ટીમ ઇન્ડિયાની (Team India) તાકત વધી ગઈ છે, કેમ કે, તે આ ફ્રોર્મેટમાં સૌથી ઘાતક બોલર છે.


આ પણ વાંચો:- અમદાવાદમાં આજે T20 સીરીઝની ફાઇનલ, આ 2 ખેલાડીઓ થઇ શકે છે બહાર


ઇંગ્લેન્ડનું ટેન્શન વધારી શકે છે નટરાજન
ટી. નટરાજન સટીક યોર્કર નાખવામાં નિષ્ણાત છે, તે કિસ્સામાં તે ઇંગ્લેંડના બેટ્સમેનો માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. 29 વર્ષીય ટી. નટરાજન થોડા દિવસો પહેલા અમદાવાદ આવ્યો હતો, પરંતુ કોરોના પ્રોટોકોલ હેઠળ તે ક્વોરન્ટાઇન હતો અને હવે તે ટીમમાં જોડાયા છે. ટી. નટરાજને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 ટી-20 મેચોમાં 6 વિકેટ લીધી હતી. વન-ડે મેચોમાં તેણે 2 વિકેટ લીધી હતી અને ત્યારબાદ ટેસ્ટ મેચમાં પણ નટરાજને 3 વિકેટ ઝડપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube