નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝની શરૂઆત 23 માર્ચથી થવા જઈ રહી છે. આ માટે પસંદગી સમિતિએ ભારતની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. સૂર્યકુમાર યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ક્રુણાલ પંડ્યા અને મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરાયા છે. વનડેમાં હાર્દિક પંડ્યાના ભાઈ ક્રુણાલ પંડ્યાને તેમના શાનદાર પ્રદર્શનના કારણે પસંદ કરાયો છે. આ અગાઉ ક્રુણાલ પંડ્યા ભારત માટે ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ક્રુણાલ પંડ્યા ભારત માટે 18 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. મનીષ પાંડેને વનડે ટીમથી બહાર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમરા યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ક્રુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી.નટરાજન, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ  કૃષ્ણા, શાર્દુલ ઠાકુર



ઈગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ


પહેલી વનડે- 23 માર્ચ પુણેમાં રમાશે


બીજી વનડે- 26 માર્ચ -પુણે


ત્રીજી વનડે- 28 માર્ચ- પુણે