ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં હવે 1-1ની બરાબરી પર આવી ગઈ છે. 5 મેચની આ સિરીઝમાં હજુ સુધી ભારતીય સ્પિનરોનો એવો પ્રભાવ જોવા મળ્યો નથી. ઈંગ્લેન્ડના અનુભવહીન સ્પિનર્સનું પ્રદર્શન ભારતના ધૂરંધરો કરતા ઘણું સારું જોવા મળી રહ્યું છે. ફાસ્ટ બોલરોની વાત કરીએ તો એ પણ ફક્ત જસપ્રીત બુમરાહનું જ પ્રદર્શન જોવા મળ્યું છે. પહેલી મેચમાં મોહમ્મદ સિરાજ છાપ છોડી શક્યો નહીં તો બીજામાં મુકેશકુમાર પણ વિકેટ માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો. અનુભવી મોહમ્મદ શમી હાલ અનફિટ જોવા મળી રહ્યો છે. આવામાં હવે એક એવો ક્રિકેટર છે જે ટીમમાં કદાચ જોડાઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસ્ટ પ્રદર્શન 43 રન આપીને 4 વિકેટનું છે


આ ક્રિકેટર છે 36 વર્ષનો ઉમેશ યાદવ. છેલ્લે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ની ફાઈનલમાં ભારત માટે મેદાન પર ઉતર્યો હતો. હાલના ફાસ્ટ બોલરોને ઝઝૂમતા જોઈને ઉમેશની ટીમ ઈન્ડિયામાં વાપસી શક્ય છે. રણજી ટ્રોફીની આ સીઝનમાં ઉમેશ યાદવનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું. અત્યાર સુધીની 4 મેચમાં 7 ઈનિંગમાં તેણે 19 બેટ્સમેનને આઉટ કર્યા. તેનું બેસ્ટ પ્રદર્શન 43 રન આપીને 4 વિકેટનું છે જે ઝારખંડ વિરુદ્ધ લીધી હતી. સૌરાષ્ટ્ર જેવી મજબૂત ટીમ વિરુદ્ધ તેણે મેચમાં 7 વિકેટ લીધી હતી. 


રિવર્સ સ્વિંગનો માસ્ટર છે
ઉમેશ યાદવ એવા ભારતીય ફાસ્ટ બોલરોમાં સામેલ છે જેની પાસે શાનદાર રિવર્સ સ્વિંગ છે. ભારતના ફાસ્ટ બોલરોનો વિદેશમાં ઘરઆંગણે કરતા સારો રેકોર્ડ હોય છે પરંતુ ઉમેશ યાદવ સાથે ઉલ્ટું છે. તેનું ઘરેલું ટેસ્ટમાં વિદેશ કરતા સારો રેકોર્ડ છે. વિદેશમાં રમાયેલી 25 ટેસ્ટ મેચમાં 38ની સરેરાશથી તેણે 69 વિકેટ લીધી છે. જ્યારે ભારતમાં રમાયેલી 32 ટેસ્ટ મેચમાં 26ની સરેરાશથી 101 વિકેટ લીધી છે. 


અત્યાર સુધી ટેસ્ટ ઈતિહાસમાં ભારતના 3 જ ફાસ્ટ બોલર છે જેમના નામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ મેચમાં 10  વિકેટનો રેકોર્ડ છે. જેમાં કપિલ દેવ, જવગલ શ્રીનાથ બાદ ઉમેશ યાદવનો જ નંબર આવે છે. ઉમેશ યાદવે 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હૈદરાબાદ ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી. આ સાથે જ ઉમેશ નીચલા ક્રમે આવીને છગ્ગા પણ ફટકારી શકે છે. તેના નામે ટેસ્ટમાં 24 છગ્ગા પણ છે.