અમદાવાદઃ બીજી મેચમાં શાનદાર જીત બાદ સિરીઝ સરભર કર્યા બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ નિડર થઈને બેટિંગ કરવાની યોજનાનો અમલ મંગળવારે ઈંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી મેચમાં પણ કરશે. ટી20 સિરીઝની પ્રથમ મેચમાં આઠ વિકેટે પરાજય બાદ ભારતે બીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવી પાંચ મેચોની સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલી અને તેની ટીમે બીજી મેચમાં દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યુ. ઈશાન કિશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણની સાથે 32 બોલમાં 56 રન બનાવી ભારતને નિડર થઈ આક્રમક બેટિંગ કરવાની યોજનાનો અમલ કરી જુસ્સો વધાર્યો છે. 


રાહુલના પ્રથમ ઓવરમાં આઉટ થવા છતાં કિશને વિચલિત થયા વિના પ્રથમ બોલ પર જોફ્રા આર્ચરને ચોગ્ગો ફટકારી ભારતીય ટીમના તેવર દેખાડ્યા હતા. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં પરત ફરવાથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો હતો. બોલરોએ ઈંગ્લેન્ડને 164 રન પર રોકી ટીમના કામનો સારી રીતે અંજામ આપ્યો હતો. 


આ પણ વાંચોઃ IND vs ENG: કોહલીએ રચ્યો ઈતિહાસ, ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3 હજાર રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો


હાર્દિક પંડ્યાએ લાંબા સમય બાદ ચાર ઓ વર ફેંકી અને તેનાથી ભારતને વધારાનો બેટ્સમેન ઉતારવાની સુવિધા મળી. ભારતને રિષભ પંત પાસે સારા પ્રદર્શનની આશા છે જેને બેટિંગ ક્રમમાં અય્યરથી ઉપર મોકલવામાં આવ્યો છે. પંત બન્ને ઈનિંગમાં સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત ન કરી શક્યો. ભારતીય ટીમ વિજયી ઇલેવનમાં ફેરફાર કરવા ઈચ્છશે નહીં પરંતુ નિયમિત ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની બે મેચોમાં આરામ બાદ વાપસી સંભવ છે. તેવામાં કેએલ રાહુલે તેના માટે જગ્યા બનાવવી પડશે જે બે ઈનિંગમાં નિષ્ફળ રહ્યો છે. 


ભારતનું લક્ષ્ય ઓક્ટોબરમાં પોતાની યજમાનીમાં રમાનાર ટી20 વિશ્વકપ માટે યોગ્ય સંયોજનની શોધ કરવાનું છે. બીજીતરફ ઈજાને કારણે આ મેચમાં બહાર રહેલા માર્ક વુડને કારણે ઈંગ્લેન્ડની બોલિંગ પ્રભાવી લાગી નહીં. કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યુ કે, તે આગામી મેચમાં રમશે. ઓપનિંગ બેટ્સમેન જેસન રોય બન્ને ઈનિંગમાં ફોર્મમાં લાગ્યો પરંતુ અડધી સદી ચુકી ગયો. તે આગામી મેચમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે. 


આ પણ વાંચોઃ IND vs ENG: પર્દાપણ મેચમાં ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, રહાણેની ક્લબમાં થયો સામેલ


ટીમ આ પ્રકારે છેઃ 
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ yerયર, સૂર્યકુમાર યાદવ, habષભ પંત, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, રાહુલ તેવતીયા , ઇશાન કિશન.


ઈંગ્લેન્ડઃ ઇઓન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, જેસન રોય, લીમ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, મોઈન અલી, આદિલ રાશિદ, રીસ ટોપલી, ક્રિસ જોર્ડન, માર્ક વૂડ, સેમ ક્યુરેન, ટોમ ક્રેન, સેમ બિલિંગ્સ, જોની બેર્સો અને જોફ્રા આર્ચર . સમય: મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube