IND vs ENG: પર્દાપણ મેચમાં ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, રહાણેની ક્લબમાં થયો સામેલ

ઈંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર ઈશાન કિશને શાનદાર અડધી સદી ફટકારી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. 

IND vs ENG: પર્દાપણ મેચમાં ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, રહાણેની ક્લબમાં થયો સામેલ

અમદાવાદઃ ઈશાન કિશન માત્ર ધોનીની ટીમ ઝારખંડથી આવતો નથી, પરંતુ તે પૂર્વ ભારતીય કેપ્ટનની જેમ તોફાની અંદાજમાં બેટિંગ કરવાની કલા પણ રાખે છે. આ દમદાર વિકેટકીપર બેટ્સમેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડ્રીમ ટી20 આંતરરાષ્ટ્રીય પર્દાપણ કરતા 28 બોલમાં અડધી સદી ફટકારી દીધી. આ સાથે તે ભાતર તરફથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં (પર્દાપણ ઈનિંગમાં) અડધી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. 

અજિંક્ય રહાણેએ 31 ઓગસ્ટ 2011ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ માન્ચેસ્ટર ટી20માં 61 રનની ઈનિંગ રમી હતી. આ તેની પર્દાપણ આંતરરાષ્ટ્રીયમેચ હતી. આ કોઈપણ ભારતીયનો પર્દાપણ મેચમાં સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ઈશાન રહાણેનો રેકોર્ડ તોડતા ચુકી ગયો હતો. મેચની 10મી ઓવરમાં આદિલ રાશિદે તેને આઉટ કરી દીધો હતો. કિસાને 32 બોલનો સામનો કર્યો, જ્યારે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. 

પર્દાપણ મેચમાં ભારત તરફથી અડધી સદી ફટકારનાર ખેલાડી
61 રન: અજિંક્ય રહાણે વિ ઇંગ્લેન્ડ, માન્ચેસ્ટર 2011
56 રન: ઇશાન કિશન વિ ઇંગ્લેન્ડ, અમદાવાદ 2021
50 રન: રોબિન ઉથપ્પા વિ પાકિસ્તાન, ડરહામ 2007
50 * રન: રોહિત શર્મા વિ દક્ષિણ આફ્રિકા, ડરહામ 2007

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news