નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ હાર્યા બાદ હવે ત્રીજો મુકાબલો ભારત માટે સન્માની લડાઇની જેમ હશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની અંતિમ ઇલેવનમાં વધુ ફેરફારની સંભાવના નથી. આશા છે કે કેદારના સ્થાને મનીષ પાંડેને તક આપી શકાય છે. કેપ્ટન વિરાટ કોહલી ત્રીજી મેચ જીતીને સિરીઝ 1-2થી પૂરી કરવા ઈચ્છશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ બે વનડેમાં બહાર રહેલા મનીષ પાંડેને જરૂર ત્રીજી મેચમાં તક આપી શકાય છે પરંતુ આ સિવાય વધુ પરિવર્તનની શક્યતા જોવા મળી રહી નથી. ઓપનિંગ જોડીને તક આપવાની જરૂર છે જ્યારે રિષભ પંતની વાપસીની આશા ઓછી છે. 


ઓપનિંગમાં મયંક અને પૃથ્વી
સતત બે મુકાબલામાં ફ્લોપ થયા બાદ પણ ત્રીજા મુકાબલામાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શોની જોડી ભારતીય ઈનિંગની શરૂઆત કરવી જોવા મળશે.


મિડલ ઓર્ડરમાં ફેરફાર
કેપ્ટન વિરાટ કોહલીની સાથે સિરીઝના અંતિમ મુકાબલામાં શ્રેયસ અય્યર અને મનીષ પાંડે જોવા મળી શકે છે. કેદાર જાધવના સ્થાને મનીષ પાંડેને તક આપી શકાય છે. 


કેએલ રાહુલ વિકેટકીપર
ટીમમાં વિકેટકીપરની ભૂમિકા ફરી એક વખત કેએલ રાહુલના માથે રહેશે. રિષભ પંતને અંતિમ ઇલેવનમાં સ્થાન મળવાની શક્યતા નહીવત્ છે. 


PAKVsBAN: નસીમ શાહની હેટ્રિક, પાકિસ્તાને બાંગ્લાદેશને ઈનિંગ અને 44 રને હરાવ્યું   


ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા
ટીમમાં રવિન્દ્ર જાડેજા એકમાત્ર ઓલરાઉન્ડર રહેશે. જાડેજા બોલિંગની સાથે બેટિંગમાં પણ યોગદાન આપી રહ્યો છે. 


યુજવેન્દ્ર ચહલ સ્પિનર
કુલદીપ યાદવના સ્થાને બીજી વનડેમાં સામેલ કરાયેલ યુજવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરી હતી. આશા છે કે તે ત્રીજી વનડે મેચમાં રમશે. 


શમીની થઈ શકે છે વાપસી
ભારતે બીજી વનડે મેચમાં મોહમ્મદ શમીને આરામ આપ્યો હતો. આશા છે કે ત્રીજી વનડે મેચમાં શમીની વાપસી થઈ શકે છે. જો શમીને અંતિમ ઇલેવનમાં તક આપવામાં આવશે તો શાર્દુલ ઠાકુર અથવા નવદીપ સૈનીમાંથી એકે બહાર બેસવું પડી શકે છે. 


બાંગ્લાદેશની ટીમને ચઢ્યું જીતનું અભિમાન, ભારતીય ટીમ સાથે કરી બેસ્યા એવી હરકત કે...


ભારતની પ્લેઇંગ ઇલેવન
પૃથ્વી શો, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકી), મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર/નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર