IND vs NZ: આજે ન્યૂઝીલેન્ડ સામે `કરો યા મરો` મુકાબલો, કેપ્ટન કોહલીની થશે `અગ્નિપરીક્ષા`
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ `ક્વાર્ટર ફાઇનલ` જેવા મુકાબલામાં કોહલીની કેપ્ટનશિપની અગ્નિપરીક્ષા પણ થશે. મેચ દુબઈમાં 7.30 કલાકે રમાશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ ગુમાવી દે તો તેની સેમીફાઇનલ રમવાની આશા સમાપ્ત થઈ શકે છે.
દુબઈઃ પાકિસ્તાન મળેલી હાર બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રવિવારે ટી20 વિશ્વકપ સુપર 12 રાઉન્ડના મુકાબલો ભારતીય ટીમ માટે 'કરો યા મરો'નો હશે અને વિરાટ કોહલીની આગેવાનીની પણ આ અગ્નિપરીક્ષા હશે, જેમાં તેણે પોતાની ટીમથી અપેક્ષાઓ પર ખરા ઉતરવાની આશા હશે.
પાછલા રવિવારે પાકિસ્તાન સામે 10 વિકેટથી થયેલા કારમા પરાજયને ભુલાવીને ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાના પ્રદર્શનમાં ખુબ સુધાર કરવો પડશે. ન્યૂઝીલેન્ડ જેવી શાનદાર ટીમ સામે એટલું આસાન નથી. ટિમ સાઉદી અને ટ્રેન્ટ બોલ્ટ ખાસ કરીને ભારતીય બેટ્સમેનો માટે જે હંમેશા મુશ્કેલીનું કારણ બને છે.
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 100 ટકા ફિટ નથી અને માર્ટિન ગુપ્ટિલના પગમાં પણ ઈજા છે. ડેવોન કોન્વે ખુબ આક્રમક અને ખતરનાક બેટ્સમેન છે. ભારતના બોલર પાકિસ્તાન સામે નિષ્ફળ રહ્યા હતા, પરંતુ અહીં એક ભૂલ ભારે પડી શકે છે. સંપૂર્ણ રીતે ફિટ ન હોવા છતાં રમી રહેલ હાર્દિક પંડ્યા અને ખરાબ ફોર્મનો સામનો કરી રહેલ ભુવનેશ્વર કુમાર ભારતીય ટીમનું નબળુ પાસું છે.
કમરની ઈજામાંથી બહાર આવ્યા બાદ હાર્દિક પોતાના અંદાજમાં જોવા મળ્યો નથી અને તેનું કરિયર હવે દાંવ પર લાગેલું છે. નેટ પર તેનું બોલિંગ કરવુ તે વાતનો સંકેત છે કે તે કઈ રીતે દવાબમાં છે, તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પણ તેને આઈપીએલ હરાજીના પૂલમાં મુકવા જઈ રહી છે, જેથી તેની પાસે વધુ સમય બચ્યો નથી.
ભુવનેશ્વર સંભવતઃ આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે. છેલ્લા બે સત્રમાં તેની ગતિ ઓછી થઈ છે અને દીપક ચાહર જેવા યુવા બોલરોની સ્પર્ધા હવે તેની માટે મુશ્કેલ બની ગઈ છે. ભારતે હાલમાં ટેસ્ટ ફોર્મેટમાં પ્રથમ મેચ હાર્યા બાદ શાનદાર વાપસી કરી દેખાડી છે. ટી20 કેપ્ટન તરીકે પોતાની છેલ્લી ટૂર્નામેન્ટ રમી રહેલ કોહલી પણ એટલી આસાનીથી હાર માનનારમાં નથી.
અહીં નિષ્ફળતાનો અર્થ છે કે 50 ઓવરો અને ટેસ્ટ ફોર્મેટમાં તેની કેપ્ટનશિપને લઈને સવાલ ઉઠવા લાગશે. કોહલી એવો ખેલાડી છે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે અને આવા પડકાર તેને પસંદ આવે છે. ઘણીવાર તે ટીમનો સંકટમોચક બની ચુક્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન કોહલી અને બેટ્સમેન કોહલીનો તાલમેલ જોવા મળ્યો નથી.
ભારતીય ટીમનું ટૂર્નામેન્ટના છેલ્લા સ્ટેજ સુધી રમવું માત્ર તેના કરોડો પ્રશંસકોની ભાવનાત્મક જરૂરત નથી પરંતુ ટૂર્નામેન્ટના વ્યાવસાયિક હિતો માટે પણ તે જરૂરી છે. સરળ ગ્રુપ હોવા છતાં આઈપીએલમાં સ્ટાર સાબિત થનાર ભારતીય દિગ્ગજોનો ટૂર્નામેન્ટમાંથી જલદી બહાર થવામાં હવે એક જીત કે હારનું અંતર છે.
પાકિસ્તાન ત્રણેય મુશ્કેલ મેચ રમી ત્રણેયમાં જીત મેળવી સેમીફાઇનલમાં લગભગ પહોંચી ચુક્યુ છે. તેણે હવે નામીબિયા અને સ્કોટલેન્ડ સામે રમવાનું છે. તેવામાં બીજા સ્થાન માટે મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે, જે જીતશે તે બીજા સ્થાને રહેશે. ઝાકળને જોતા ટોસની ભૂમિકા મહત્વની રહેશે.
તેવામાં કોહલી ટોસ જીતીને તે નક્કી કરવા ઈચ્છશે કે તેના ટોપના બેટર ઝાકળ વચ્ચે ટ્રેન્ટ બોલ્ટની ખતરનાક સ્વિંગનો સામનો ન કરવો પડે કારણ કે તે શાહીન અફરીદીની જેમ ત્રાટકી શકે છે. સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતથી પણ સારા પ્રદર્શનની આશા હશે.
બંને ટીમ આ પ્રકારે છે
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, વરૂણ ચક્રવર્તી, રાહુલ ચાહર.
ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ડ, માર્ક ચેપમેન, ડેવોન કોન્વે, મેટ હેનરી, માર્ટિન ગુપ્ટિલ, કાઇલ જેમિસન, ડેરિલ મિશેલ, જિમી નીશામ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સેઇફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉદી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube